• 20 નવેમ્બરે સવારે 10 વાગ્યે ભાવનાનું મોત થયું
  • સંબંધીઓના માધ્યમથી જાણ થઈ: મૃતકના પરિજન
  • દોઢ વર્ષ પહેલા સંતાન ન થતા ઝેર પીવડાવ્યાનો આક્ષેપ

દહેજના કારણે સાસરિયાઓ પર ગંભીર આરોપ લાગી રહ્યો છે. જેમાં પિયર પક્ષને મોતની જાણ ન કર્યાનો આક્ષેપ લાગ્યો છે. સુરતમાં 21 વર્ષની પરિણીતાના મોતને લઈને ભારે હોબાળો મચી ગયો છે. પરિણીતાના પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, દહેજના કારણે સાસરિયાઓ પર 21 વર્ષની પરણીતાની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ અંગેની માહિતી અનુસાર, ભાવના કુમાવતના લગ્ન 3 વર્ષ પહેલાં ગણદેવીના અશોક કુમાવત સાથે લગ્ન થયા હતા. 20 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે ભાવનાનું મોત થયું હતું. સાસરિયાઓએ પરિણીતાના પરિવારને મોતની જાણ પણ ન કરી હોવાનું પરિવારજનોએ જણાવતા ઉમેર્યું કે, સંબંધીઓના માધ્યમથી દીકરીના માતા-પિતાને આ બાબતે જાણ થઈ હતી.

એટલું જ નહીં દોઢ વર્ષ પહેલાં પણ સસરિયાઓએ દહેજ અને સંતાન ન થતા મહિલાને ઝેર પીવડાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ પણ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સુવિલમાં લાવવામાં આવી હતી.

જ્યારે પરણિતાના પરિવારનો આક્ષેપ છે કે, લગ્ન સમયે છ લાખ રૂપિયાનું દહેજ સાસરીયા હોય એ માગ્યું હતું. વધુ દહેજની માગણી પણ કરવામાં આવતી હતી. આજ કારણે દીકરીને ત્રાસ આપી સાસરિયાંઓએ હત્યા કરી હોવાની પરિવારને શંકા છે. પોલીસ દ્વારા તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરાય તેવી માગણી પરિણીતાના પરિવારના સભ્યોએ કરી છે.


  • Follow us on: