• એકટિવા ચાલક યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
  • ઉતરાણ પોલીસે અકસ્માતે નોંધ કરી તપાસ આરંભી
  • સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટના દિવસેને દિવસે સામન્ય બનતી જાય છે,આવી જ એક ઘટના સુરતના ઉતરાણ વિસ્તારમાં બની જેમાં બેફામ ડમ્પર ચાલકે એકટિવા લઈને જઈ રહેલી યુવતીને અડફેટે લેતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ છે,તો બીજી તરફ ડ્રાઈવરે અકસ્માત સર્જી ઘટના સ્થળે ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો છે.પોલીસે ડ્રાઈવરને શોધવા શોધખોળ હાથધરી છે.

મોટા વરાછામાં બની ઘટના

ડમ્પર ચાલકો અનેક વખત અકસ્માત સર્જતા હોય છે,તો તેના કારણે કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત તો કોઈનું મોત પણ થતું હોય છે,મોટા વરાછા વિસ્તારમાં લેક વ્યુ ગાર્ડન પાસે આવી જ એક ઘટના બની જેમાં એક યુવતી એકટિવા લઈને જઈ રહી હતી તે દરમિયાન ફુલ ઝડપે આવી રહેલા ડમ્પરે યુવતીને અડફેટે લીધી હતી,યુવતીને ગંભીર રીતે ઈજા પહોંચ્તા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી,ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળા ઉમટી પડયા હતા.તો સ્થાનિકો ડ્રાઈવરને પકડે તે પહેલા ડ્રાઈવર ડમ્પર મૂકીને નાસી છૂટયો હતો.


પોલીસે હાથધરી તપાસ

ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી,તો આસપાસના CCTV કેમેરા ચેક કર્યા હતા.ડ્રાઈવર કઈ તરફ ભાગ્યો તેને લઈ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથધરી છે.ઉતરાણ પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.આવા બેફામ ડમ્પર ચાલકોને લઈ કડક કાયદો બને તે જરૂરી બન્યું છે. 


  • Follow us on: