• કોર્પોરેશનના બાંધકામ પરમિશન અને ફાયર વિભાગે કરી સંયુકત કામગીરી
  • માર્કેટમાં સાડી તેમજ કાપડની દુકાનો હોવા છતાં ફાયર સેફ્ટીનો અભાવ
  • વેપારીઓ સાથે સતત બે કલાકની રકઝક બાદ કોર્પોરેશનને માર્યા સિલ

ગુજરાતનું ફાયર વિભાગ એનઓસી તેમજ ફાયર સેફટીના સાધનોને લઈ કડક કાર્યવાહી કરી રહ્યું છે.વડોદરાના પાણીગેટ પાસે આવેલ મદાર માર્કેટમાં ફાયર એનઓસી તેમજ ફાયરના સાધનો ન હોવાથી કોર્પોરેશને 31 દુકાનો સિલ મારતા વેપારીઓએ વિરોધ કર્યો હતો.રાજકોટ ગેમઝોનની ઘટના બાદ કોર્પોરેશને વિરોધ વચ્ચે પણ લોકોની દુકાનો તેમજ બિલ્ડીંગને સિલ મારવાની કામગીરી ચાલુ રાખી છે.

વેપારીઓએ કર્યો વિરોધ

પાણીગેટ રોડ પર અલમાસ માર્કેટની દુકાનોને સીલ કર્યા વિના પરત ફરેલી પાલિકાની ટાઉન ડેવલપમેન્ટ અને ફાયર બ્રિગેડની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે મદાર માર્કેટ પહોંચી હતી. જ્યાં ફાયર સેફટીના સાધનોનો અભાવ અને એનઓસી-બીયું સર્ટિ ન હોવાથી સીલ કરવાનો નિર્ણય લેવાયો હતો. વેપારીઓએ સમય માગતા શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું.

ફાયર વિભાગે વેપારીઓને સમજાવ્યા

પાણીગેટ મદાર માર્કેટ ખાતે આવેલી 31 દુકાનોમાં ફ્લેમેબલ મટીરીયલ રાખવામાં આવે છે અને દુકાનો પણ એકબીજાથી નજીક આવેલી છે. ત્યારે જીવન સુરક્ષાના સાધનો અને સલામતી સાથે તેઓ વેપાર કરે તે અંગે સમજાવવામાં આવ્યું છે. વેપારીઓ જાતે પોતાનો વ્યવસાય બંધ કરી અને પોતે જ તમામ વ્યવસ્થા ઊભી કરે તે જરૂરી છે.

જાણો કયા એકમોને સિલ કરાયા

વિઠ્ઠલેશ હોસ્પિટલ

માધવ ટિમ્બર માર્ટ

પુષ્પમ હોસ્પિટલ

માહી બ્યુટી પાર્લર

ન્યુ વેરાયટી મોબાઇલ શોપ

નોટિસ આપેલાં એકમો

સ્નેહ સુધા એપાર્ટમેન્ટ, સુરસાગર

કોર્નર પોઇન્ટ હાઇટ્સ, વડસર કલાલી

માય ફેર, વડસર

સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 1, લક્ષ્મીપુરા રોડ

રોનક રોકસ, હરીનગર બ્રિજ

કળશ ઈ લાઈટ ટાવર એ,બી., ભાયલી

ધ ફ્લોરેન્સ, ભાયલી

શુભમ પાર્ક, ગોરવા આઈ.ટી.આઈ

ન્યુ ટેકનિકલ બ્લોક, SSG

લાઇબ્રેરી બિલ્ડીંગ, SSG

બરોડા સિટી મોલ, માંજલપુર

વૃંદાવન મોલ, વાઘોડિયા રોડ

લિટલ ફ્લાવર સ્કૂલ, પાદરા

રિદ્ધિ મનહર હોસ્પિટલ, પાદરા

આશીર્વાદ હોટલ, પાદરા

સહયોગ હોટલ, પાદરા

માહી રિસોર્ટ, પાદરા

  

  • Follow us on: