રાજ્યના આર્થિકરીતે સૌથી સમૃદ્ધ ગણાતા સુરત શહેરના એરપોર્ટ પરના પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 મહિનામાં 13.39 લાખથી વધુ પેસેન્જરોએ સુરત એરપોર્ટ પરથી અવરજવર કરી છે.
ઓકટોબર 2024માં સૌથી વધુ 1.36 લાખ મુસાફરો નોંધાયા હતા. નવી ફ્લાઈસ શરૂ કરાતા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. સુરતમાં હીરા ઉદ્યાગ અને કાપડ સહિતના ઉદ્યોગોને લીધે બહારના વેપારીઓ પણ ખરીદી માટે ફ્લાઈટ્સ દ્વારા આવન-જાવન કરતા હોય છે. ઉપરાંત શહેરના લોકો પણ અન્ય રાજ્યોમાં ફરવા જવા માટે ફ્લાઈટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા 10 મહિનામાં 13.39 લાખથી વધુ પેસેન્જરોએ સુરત એરપોર્ટ પરથી અવરજવર કરી છે.













