ખ્યાતિકાંડના આરોપીઓને આજે ક્રાઈમબ્રાંચ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરશે તેમજ ચિરાગ પટેલ સહિતના આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાશે.ક્રાઈમબ્રાંચ કોર્ટમાં માંગી શકે 14 દિવસના રિમાન્ડ તેમજ આરોપીઓની પૂછપરછમા થઈ શકે મોટા ખુલાસા.કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી, સંજય પટોલિયા હજુ ફરાર છે અને પોલીસ તેમને ઝડપી શકી નથી.
હજી ત્રણ આરોપીઓ ફરાર
ખ્યાતિકાંડ મુદ્દે પોલીસે 5 ફરાર આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ખ્યાતિકાંડને લઇ પોલીસે અલગ - અલગ ટીમો બનાવીને ઓપરેશન પાર પાડ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત ઝડપાયો છે. CEO રાહુલ જૈન, મિલિન્દ પટેલ, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ સહિત કુલ 5ની ધરપકડ કરવામાં આવી છે. આણંદ આસપાસ ફાર્મ હાઉસમાં હોવાની માહિતી મળતા પોલીસે આ તમામ ફરાર 5 મોટા માથાઓને ઝડપી પાડ્યા છે.જો કે, ખ્યાતિ હોસ્પિટલના સર્જન ડૉ.સંજય પટોળિયા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ડૉ.સંજય પટોળિયા આગોતરા જામીન માટે અરજી કરી ચૂક્યો છે. એટલું જ નહીં પરંતુ ડૉ. સંજય પટોળિયા સાથે ચેરમેન કાર્તિક પટેલ પણ હજુ પોલીસ પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ખ્યાતિકાંડના બે મોટા માથા હજુ પણ પોલીસ પકડથી બહાર છે.
જીએમસીને નથી આપ્યો જવાબ
એસજી હાઈવે સ્થિત ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલે બિનજરૂરી સારવાર કરી લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. પીએમ-જેએવાયમાંથી નાણાં કમાવવાની લાલચમાં દર્દીઓ પર ચીરફાડ કરાઈ હતી. આ સમગ્ર મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલ (જીએમસી)એ ત્રીજી નોટિસ પણ હોસ્પિટલના તબીબો, સીઈઓ વગેરેને આપી હતી, જોકે આરોપીઓએ જીએમસીની નોટિસની ઐસીતૈસી કરી હજુ સુધી જવાબ સુદ્ધાં રજૂ કર્યો ન હોવાની બાબત સામે આવી છે.