IND vs PAK: હોંગકોંગ સુપર 6 ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમે ભારતીય ટીમને 6 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં જીત સાથે પાકિસ્તાને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
ધા ભારતીય ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હોંગકોંગ સુપર 6માં બંને ટીમો વચ્ચે શાનદાર મેચ રમાઈ હતી. જેમાં નવા વર્ષના પૂર્વ સંધ્યા પહેલા પાકિસ્તાનની ટીમે ભારતીય ટીમને હરાવ્યું છે. આ સાથે પાકિસ્તાને પૂલ સ્ટેજમાં રમાયેલી તેની બંને મેચ જીતી લીધી છે. પહેલા યુએઈ અને હવે ટીમ ઈન્ડિયાને હરાવ્યું છે. આ બંને મેચ જીતીને પાકિસ્તાને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પાકિસ્તાને 6 ઓવરની આ મેચ માત્ર 5 ઓવરમાં જીતી લીધી હતી.
કેવી રહી મેચ?
બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન ફહીમ અશરફે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 6 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમે માત્ર 5 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 121 રન બનાવી લીધા હતા. આ સાથે જ પાકિસ્તાને આ મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી.
પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેનોની શાનદાર બેટિંગ
આ મેચમાં પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી. મોહમ્મદ અખલાક અને આસિફ અલી ઓપનિંગ કરવા આવ્યા અને બંનેએ પહેલી ઓવરથી જ ખૂબ જ ઝડપી ગતિએ રન બનાવવાનું શરૂ કર્યું. આ મેચમાં મોહમ્મદ અખલાકે 12 બોલમાં 40 રન અને આસિફ અલીએ 14 બોલમાં 55 રન બનાવ્યા હતા. આસિફ અલી રિટાયર્ડ હર્ટ થયા બાદ કેપ્ટન ફહીમ અશરફ બેટિંગ કરવા આવ્યો અને તેણે 5 બોલમાં 22 રન બનાવ્યા. આ સાથે પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેનોએ પોતાના દમ પર મેચ સમાપ્ત કરી દીધી હતી.
ટીમ ઈન્ડિયાની આગામી મેચ ક્યારે?
ભારતીય ટીમ તેની આગામી મેચ UAE સામે રમશે. આ મેચ 02 નવેમ્બરે રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે ટીમ આ મેચ જીતશે તે જ આગળના રાઉન્ડમાં પહોંચી શકશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 6.55 કલાકે રમાશે.