ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના ઠેકાણા તબાહ કરી નાંખ્યા છે. સમગ્ર દેશમાં ભારતીય સેનાને બિરદાવવામાં આવી રહી છે. ત્યારે રામ કથાકાર મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી ભારતીય સેનાને બિરદાવીને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, આ હૂમલો નહીં પણ આતંકવાદના વિનાશ હેતુ એક પ્રયોગ છે. તેમણે ભારત દ્વારા પાકિસ્તાન અને ત્યાં સ્થિત આતંકવાદી ઠેકાણાંઓ પર ચલાવાઈ રહેલા લશ્કરી કાર્યવાહી અંગે કહ્યું છે કે આ કાર્ય વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના હેતુથી કરવામાં આવી રહ્યું છે, કોઈ દેશ કે વ્યક્તિ વિરુદ્ધ નહીં.


આ વિશ્વ કલ્યાણ માટેનો એક પ્રયોગ છે

ઉત્તરાખંડના નંદપ્રયાગમાં ચાલી રહેલી રામકથા દરમિયાન શુક્રવારે મોરારી બાપુએ કહ્યું, “હિન્દુસ્તાન આજકાલ અનુષ્ઠાન કરી રહ્યું છે, વિશ્વ કલ્યાણ માટે. આ કોઈ વ્યક્તિ કે દેશની વિરુદ્ધ નથી, પરંતુ આતંકવાદની વિરુદ્ધ છે. જ્યારે આતંકવાદનો અંત આવશે, ત્યારે વિશ્વ શાંતિનો શ્વાસ લઈ શકશે, આનંદનો શ્વાસ લેશે.આ કોઈ હુમલો નથી, આ વિશ્વ કલ્યાણ માટેનો એક પ્રયોગ છે.આ બધા જીવોના હિત,સુખ અને પ્રેમ માટે કરવામાં આવ્યું છે સર્વભૂત હિતાય,સર્વભૂત સુખાય,સર્વભૂત પ્રીતાય.

પ્રેમ અને આસ્થાની લાગણીઓ જાગ્રત થઈ છે

તેમણે કહ્યું કે આજે દેશભરમાં ઉત્સાહ, ગૌરવ, દેશભક્તિ, પ્રેમ અને આસ્થાની લાગણીઓ જાગ્રત થઈ છે. આ ભાવના ભારતની આત્મા અને સંસ્કૃતિનું પ્રતીક છે. બાપુએ બે દિવસ પહેલા પણ કહ્યું હતું કે આતંકવાદ સામે લેવામાં આવેલા પગલાં સમયસર અને પરિસ્થિતિઓ અનુસાર છે.આ પગલુ કોઈ દેશ કે સેના વિરૂદ્ધ નહીં પણ આતંકવાદ અને તેના આકાઓ વિરૂદ્ધ છે. આપણા રાષ્ટ્ર નાયકોએ ગંભીરતાથી ચિંતન કર્યું અને સાહસિક નિર્ણય લીધો. હું આ ગંભીરતા, વીરતા અને ધૈર્યને વ્યાસપીઠ પરથી નમન કરૂ છું. 

  • Follow us on: