પાકિસ્તાને જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોમાં અચાનક મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યા બાદ દિલ્હી ખાતે રક્ષામંત્રીએ ત્રણેય સેનાના પ્રમુખો સાથે ઈમર્જન્સી મીટિંગ શરૂ કરી છે. બીજી તરફ વિદેશ મંત્રી એસ જય શંકરે પણ અમેરિકાના વિદેશ મંત્રી સાથે ચર્ચાઓ કરી છે. વડાપ્રધાન મોદી પણ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યાં છે. પાકિસ્તાનની નાપાક હરકત વચ્ચે રક્ષામંત્રીએ ઈમર્જન્સી મીટિંગ બોલાવી છે.


અજિત ડોભાલે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

દેશભરમાં વધી રહેલા લશ્કરી અને સુરક્ષા પડકારો વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં, ડોભાલે વડાપ્રધાન મોદીને સરહદી વિસ્તારોની વર્તમાન પરિસ્થિતિ,પાકિસ્તાન તરફથી થતી ઘૂસણખોરી,ડ્રોન હુમલા અને સેનાની તૈનાતી સહિત તમામ સુરક્ષા પાસાઓ પર વિગતવાર માહિતી આપી.આ બેઠકમાં આંતરિક સુરક્ષા, નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને ભવિષ્યની વ્યૂહરચનાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.

અમેરિકા અને ભારતના વિદેશ મંત્રી વચ્ચે વાતચીત

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ આજે ​​ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન મંત્રી રુબિયોએ પ્રદેશમાં તાત્કાલિક તણાવ ઓછો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત માટે યુએસ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. તેમણે બંને દેશો વચ્ચે સંદેશાવ્યવહાર સુધારવાના પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું. તેમણે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામે ભારત સાથે મળીને કામ કરવાની અમેરિકાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.


  • Follow us on: