8મી મેના રોજ પાકિસ્તાન દ્વારા ભારતના 15 શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા નિષ્ફળ હુમલા કરવામાં આવ્યા હતાં. આ હુમલાને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નાકામ કરી દીધા હતાં. ભારતીય સેનાના આકાશ, MRSAM, Zu-23, L-70 અને શિલ્કા જેવી એર ડિફેન્સ સિસ્ટમે મહત્વ પૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આ સિસ્ટમ ભારતની એર ડિફેન્સ રણનીતિનો અભિન્ન હિસ્સો છએ. દુશ્મનના હવાઈ ખતરાને નષ્ટ કરવામાં સક્ષમ છે. પાકિસ્તાને ગુરૂવારે રાત્રે શ્રીનગર, જમ્મુ, પઠાનકોટસ અમૃતસર, ચંડીગઢ અને અન્ય 15 શહેરોમાં ડ્રોન અને મિસાઈલ હુમલા કરવાની કોશિશ કરી હતી.


ડ્રોન અને મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી

પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર દ્વારા આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતાં. ત્યાર બાદ પાકિસ્તાને વળતો પ્રહાર કર્યો હતો. પાકિસ્તાન તરફથી થયેલા હુમલાને ભારતની એકીકૃત કાઉન્ટર યુએએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ જેવી કે આકાશ,MRSAM, Zu-23, L-70 અને શિલ્કાએ નિષ્ફળ કરી દીધા હતાં. રક્ષા મંત્રાલય પ્રમાણે આ સિસ્ટમે પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી હતી. જેથી ભારતને કોઈ નુકસાન ના થયું.

આકાશ મિસાઈલ સિસ્ટમ

આકાશ ભારત દ્વારા સ્વદેશી રૂપે વિકસિત એક મધ્યમ અંતરથી જમીનથી હવા સુધીની મિસાઈલ સિસ્ટમ છે. જેને ડીઆરડીઓ દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. જે ભારતીય સેના અને વાયુસેનાની કરોડરજ્જુ છે.

વિશેષતાઓઃ

રેન્જ: 25-30 કિ.મી.

લક્ષ્યો: ફાઇટર જેટ, ડ્રોન, ક્રુઝ મિસાઇલો

ઊંચાઈ: 18 કિલોમીટર સુધી

માર્ગદર્શન સિસ્ટમ: રડાર-આધારિત કમાન્ડ માર્ગદર્શન

ચોકસાઈ: 90 ટકાથી વધુ

તૈનાતી: મોબાઇલ લોન્ચર

યોગદાન: આકાશ મિસાઇલ સિસ્ટમે શ્રીનગર તરફ જઈ રહેલા પાકિસ્તાની JF-17 જેટને તોડી પાડ્યું. આ સિસ્ટમે ડ્રોન અને મિસાઇલોને ટ્રેક કરવામાં અને તેનો નાશ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

MRSAM

MRSAM એ ભારત અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી એક અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ છે. તે બરાક-8 મિસાઇલનો એક ભાગ છે અને ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનામાં તૈનાત છે.

વિશેષતા

રેન્જ: 70-100 કિમી

લક્ષ્યો: ફાઇટર જેટ, ડ્રોન, બેલિસ્ટિક મિસાઇલો, ક્રુઝ મિસાઇલો

ઊંચાઈ: 20 કિલોમીટર સુધી

માર્ગદર્શન સિસ્ટમ: સક્રિય રડાર હોમિંગ અને મલ્ટી-ફંક્શન રડાર

ચોકસાઈ: મલ્ટી ટાર્ગેટ ટ્રેકિંગ

તૈનાતી: મોબાઇલ અને નૌકાદળ પ્લેટફોર્મ

યોગદાન: ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોનો નાશ કરવામાં MRSAM એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેની લાંબી રેન્જ અને બહુ-લક્ષ્ય ટ્રેકિંગે તેને અસરકારક બનાવ્યું.

Z-23-2

Z-23-2 એ સોવિયેત નિર્મિત ટ્વીન-બેરલ 23 મી.મી ઓટોમેટિક એન્ટી-એરક્રાફ્ટ ગન છે.જેનો ભારતીય સેના અને વાયુસેનામાં વ્યાપકપણે ઉપયોગ થાય છે.

વિશેષતા

રેન્જ: 2.5 કિ.મી

લક્ષ્ય: ઓછી ઉડાન વાળા ડ્રોન,હેલિકોપ્ટર અને વિમાન

ઝડપ: 970 મી/સેકન્ડ

માર્ગદર્શન સિસ્ટમ: ઓપ્ટિકલ સાઇટ અને રડાર-આધારિત ટ્રેકિંગ

તૈનાતી: મોબાઇલ અને સ્થિર બંને

યોગદાન: Zu-23-2 એ ઉધમપુર અને અન્ય વિસ્તારોમાં નીચા ઉડતા પાકિસ્તાની ડ્રોનને નષ્ટ કર્યા. તેની ઝડપી ફાયરિંગ અને ગતિશીલતાએ તેને અસરકારક બનાવ્યું.

L-70

L-70 એ સ્વીડિશ-નિર્મિત 40 મી.મી એન્ટી-એરક્રાફ્ટ ગન છે. જેને ભારત દ્વારા અપગ્રેડ કરવામાં આવી છે. તે ભારતીય સેના અને વાયુસેનાના ઓછી ઊંચાઈવાળા સંરક્ષણનો એક ભાગ છે.

વિશેષતા

રેન્જ: 4 કિ.મી

લક્ષ્યો: ડ્રોન, હેલિકોપ્ટર અને ઓછી ઉડાન વાળા વિમાનો

ગતિ: પ્રતિ મિનિટ 300 રાઉન્ડ

માર્ગદર્શન સિસ્ટમ: રડાર-આધારિત ફાયર કંટ્રોલ સિસ્ટમ

તૈનાતી: સ્થિર અને મોબાઇલ બંને

યોગદાન: L-70 એ પાકિસ્તાની ડ્રોનને નષ્ટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, ખાસ કરીને પંજાબ અને જમ્મુ અને કાશ્મીર પ્રદેશોમાં. તેની ચોકસાઈ અને ઝડપી ફાયરિંગ તેને અસરકારક બનાવતી હતી.

શિલ્કા (ZSU-23-4)

શિલ્કા એ સોવિયેત નિર્મિત સ્વ-સંચાલિત વિમાન વિરોધી બંદૂક છે જે ચાર 23 મીમી તોપોથી સજ્જ છે. તે ભારતીય સેનાના ઓછી ઊંચાઈવાળા સંરક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

વિશેષતા

રેન્જ: 2.5 કિ.મી

લક્ષ્યો: ડ્રોન, હેલિકોપ્ટર અને ઓછી ઉડાન વાળા વિમાનો

ગતિ: પ્રતિ મિનિટ 4000 રાઉન્ડ

માર્ગદર્શન સિસ્ટમ: રડાર અને ઓપ્ટિકલ ટ્રેકિંગ

તૈનાતી: બખ્તરબંધ વાહન પર સ્વ-સંચાલિત

યોગદાન: શિલ્કાના ઊંચા ફાયરિંગ રેટને કારણે ઉધમપુર અને અન્ય વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોનનો નાશ કરવામાં મદદ મળી. તેની ગતિશીલતા અને રડાર-આધારિત ટ્રેકિંગે તેને યુદ્ધના મેદાનમાં અસરકારક બનાવ્યું.

પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવવામાં ભૂમિકા પાકિસ્તાની સેનાએ અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ જેવા વિસ્તારોમાં લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલાઓને સંકલિત કાઉન્ટર-યુએએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ફલ કરવામાં આવ્યા હતા.

આકાશ અને MRSAM: આ સિસ્ટમે લાંબા અને મધ્યમ અંતરના ખતરામાં મિસાઈલો અને ફાઈટર જેટને નષ્ટ કરી દીધા હતાં. એક પાકિસ્તાની F-16 અને JF-17 જેટને નષ્ટ કરી દેવાયા હતાં.

Zu-23, L-70 અને શિલ્કા: આ નીચી ઉંચાઈવાળી સિસ્ટમે ડ્રોન અને અન્ય નાના હવાઈ ખતરાને નષ્ટ કર્યા, ઉધમપુરમાં સેનાના હવાઈ રક્ષા યુનિટોએ અનેક ડ્રોનને તોડી પાડ઼્યા હતાં. આ ઘટનાએ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમનો પ્રભાવ બતાવ્યો.

મોટી સુરક્ષાઃ આકાશ અને MRSAMએ લાંબા અંતરના ખતરાને નષ્ટ કર્યો, જ્યારે Zu-23, L-70 અને શિલ્કાએ નાની ઉંચાઈના ખતરાને નષ્ટ કર્યો

સ્વદેશી ટેકનિક: આકાશ જેવી સ્વદેશી સિસ્ટમે ભારતની આત્મ નિર્ભરતાને પ્રદર્શિત કરી

ટેકનિકલ પ્રભાવઃ આ સિસ્ટમે પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલને નાકામ કરી દીધી જેનાથી ભારતની રક્ષા ક્ષમતા સિદ્ધ થઈ

મનોવૈજ્ઞાનિક પ્રભાવઃ આ નિષ્ફળતાએ પાકિસ્તાની સેનાના મનોબળને કમજોર કર્યું અને ભારતની જવાબી કાર્યવાહીની ક્ષમતાને વધારી


  • Follow us on: