પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં મિસાઈલ અને ડ્રોનથી કરેલા નિષ્ફળ હુમલાઓ બાદ ભારતે ગુરૂવારે મોડી રાત્રે જવાબમાં કાર્યવાહી કરતા ઈસ્લામાબાદ, લાહોર, સિયાલકોટ અને કરાચી પર હુમલો કર્યો હતો. ત્રણ ભારતીય રાજ્યોમાં કેટલાક શહેરોમાં પાકિસ્તાન દ્રારા કરવામાં આવેલા અસફળ મિસાઈલ અને ડ્રોન હુમલાઓ બાદ જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, જમ્મુ અને રજૌરી, પંજાબમાં અમૃતસર, પઠાનકોટ અને જલંધર, રાજસ્થાનમાં જોધપુર અને જેસલમેર, ગુજરાતમાં ભુજ અને સરહદી શહેરોમાં બ્લેક આઉટ કરી દેવામાં આવ્યું હતું.


જોખમોને તાત્કાલિક નિષ્ક્રિય કરવામાં આવ્યા

ભારતના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલો દ્વારા જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં લશ્કરી મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અનુસાર ગતિશીલ અને બિન-ગતિશીલ ક્ષમતાઓનો ઉપયોગ કરીને જોખમોને તાત્કાલિક નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.આ હુમલાઓમાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી.ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને પોતાના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

S-400 ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી

ગુરુવારે સાંજે ભારતની S-400 ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી હતી. જેને સતવારી, સાંબા, આરએસપુરા અને અરનિયાના આકાશમાં આઠ પાકિસ્તાની મિસાઇલોને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધી હતી. ભારતીય વાયુસેનાએ સરહદી રાજ્યોમાં રશિયા પાસેથી ખરીદેલી S-400 એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી, જેના પરિણામે પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલો અને ડ્રોન હવામાં જ નાશ પામ્યા. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સંદર્ભમાં પાકિસ્તાન દ્વારા સમાન હુમલાઓ કરવાની શક્યતાથી અમને પહેલાથી જ વાકેફ હતા.અમે પાકિસ્તાની હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર હતા.

ડ્રોન વિરોધી સિસ્ટમો પણ સક્રિય

અત્યાર સુધીમાં આઠ પ્રોજેક્ટાઇલ્સ જેમાં મોટાભાગે સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલો છે.અમારી એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ ગ્રાઉન્ડ પેટ્રોલિંગ તીવ્ર બનાવ્યું છે અને ડ્રોન વિરોધી સિસ્ટમો પણ સક્રિય છે. રાજસ્થાનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની 1,070 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ આગામી આદેશો સુધી સીલ કરી દેવામાં આવી છે અને રાજ્યને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. બિકાનેર, કિશનગઢ (અજમેર) અને જોધપુર એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ કામગીરી 10 મે સુધી સ્થગિત કરવામાં આવી છે.જયપુર એરપોર્ટે ગુરુવારે ચાર ફ્લાઇટ્સ રદ કરી હતી.જ્યારે ઇન્ડિગો એરલાઇન્સે પણ તેની બિકાનેર ફ્લાઇટ્સ તે જ તારીખ સુધી સ્થગિત કરી હતી.


  • Follow us on: