ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. એવામાં ભારત અને પાકિસ્તાનની વાયુસેનામાં સૌથી વધુ તાકાતવર કોણ છે? ગુરૂવારે પાકિસ્તાને ભારતના શહેરોને નિશાન બનાવવાની નાપાક કોશિશ કરીને ભારતને હુમલો કરવા મજબૂર કરી દીધું છે. પાકિસ્તાને કરેલા હુમલાના જવાબમાં ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની વાયુસેનાના ફાઈટર જેટ સતત સક્રિય થઈ ગયાં છે અને પાકિસ્તાનના હુમલાનો જવાબ આપી રહ્યાં છે.
ભારતીય વાયુસેના પાસે અંદાજે 750 લડાકુ વિમાન
પહલગામમાં થયેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારતે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. ત્યારબાદ પાકિસ્તાને ભારતના કેટલાક શહેરો પર હુમલો કર્યો હતો. જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ અને વાયુસેનાએ તેને નાકામ કરી દીધો હતો. ભારતીય વાયુસેના પાસે અંદાજે 750 લડાકુ વિમાન છે. જેમાં સૌથી વધુ તાકાતવર સુખોઈ Su-30MKI છે. જે રશિયા સાથે વિકસિત સંયુક્ત ડબલ એન્જિન વાળુ ફાઈટર પ્લેન છે. ત્યાર બાદ ડસોલ્ડ રાફેલનો નંબર આવે છે. જે લડાકુ વિમાન છે અને ખતરનાક હથિયારોથી સજ્જ છે. તેમાં મેટિયોર બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઈલ પણ સામેલ છે.
તેજસ, મિરાજ અને મિગ 29
ભારત પાસે સુખોઈ અને રાફેલ સિવાય સ્વદેશી તેજસ માર્ક 1A, અપગ્રેડેડ મિરાજ 2000 અને મીગ 29, તેમજ હવાઈ ઈંધણ ભરવા વાળા ટેન્કરો અને ફાલ્કન તથા નેત્રા જેવી સુરક્ષા પ્રણાલીઓનું એક મજબૂત નેટવર્ક છે. ભારતીય વાયુસેનાના આધુનિકરણ કાર્યક્રમમાં બરાક 8 જેવી ઉન્નત ભુમી આધારિત વાયુ રક્ષા પ્રણાલિયો પણ સામેલ છે.
પાકિસ્તાન પાસે શું છે
પાકિસ્તાનની વાયુસેનામાં ભારતથી ખૂબજ ઓછા 450 લડાકુ વિમાન છે. ચીન સાથે વિકસિત JF-17 થંડર અને F-16 ફાઈટિંગ ફાલ્કન છે.આ સિવાય પાકિસ્તાની એરફોર્સની લોબીમાં J-10C ફાઈટર જેટ પણ સામેલ છે. પાકિસ્તાની વાયુસેના પાસે Saab 2000 Erieye અને ચીની ZDK-03 Karakorum Eagle પણ સામેલ છે. પરંતુ ભારતની વાયુસેનાની તાકાત સામે આ સિસ્ટમ ક્યાય ટકતી નથી.