ભારતે બાંગ્લાદેશ ઉપર લાદેલા આયાત પ્રતિબંધના કારણે બાંગ્લાદેશને રૂપિયા 6600 કરોડનું નુકસાન થયું છે. રસ્તા પરિવહન ઉપર રોક લગાવતાં બાંગ્લાદેશનું ધંધાકીય આર્થિક ચક્ર ખોરવાયું છે.
ભારતે બાંગ્લાદેશની આયાત પર પ્રતિબંધ મૂકીને તેને હજારો કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. રસ્તાઓ બંધ થવાના કારણે બંદરો ઉપર લાંબો જામ સર્જાયો છે. અંદાજે 6,600 કરોડ રૂપિયાની આયાત પર પ્રતિબંધ મૂકીને બાંગ્લાદેશને મોટો ફટકો આપ્યો છે.
બેનાપોલ બંદરે 36 કપડાંની ટ્રક ફસાઈ
રસ્તાઓ ઉપરથી વ્યવસાયિક પ્રતિબંધને કારણે બાંગ્લાદેશના બંદર બેનાપોલ પર ટ્રાફિક જામ છે. રવિવારે સાંજે બેનાપોલમાં રેડીમેડ કપડા વહન કરતા ઓછામાં ઓછા 36 ટ્રક ફસાઈ ગયા હતા. બેનાપોલ સી એન્ડ એફ એજન્ટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ઇમદાદુલ હકે જણાવ્યું હતું કે અચાનક લેવાયેલા નિર્ણયથી ભવિષ્યમાં દ્વિપક્ષીય વેપાર પર ખરાબ અસર પડી શકે છે.
આપણા દેશના MSME ક્ષેત્રને 1000 કરોડનું પ્રોત્સાહન મળશે
ભારતના કાપડ ઉદ્યોગ તરફથી લાંબા સમયથી બાંગ્લાદેશી કપડાં પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી હતી.કારણ કે, ભારત દ્વારા લાદવામાં આવેલા શૂન્ય ટેરિફને કારણે, કપડાં અને અન્ય માલ ભારતમાં મોટી માત્રામાં આવી રહ્યા હતા. જેના લીધે ભારતના ઉદ્યોગને નુકસાન થઈ રહ્યું હતું.જોકે હવે બાંગ્લાદેશી આયાત પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પછી, દેશના MSME ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. આ ક્ષેત્રને લગભગ 1,000 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન મળશે, રોજગારીમાં પણ વધારો થશે.