- ખાદ્યચીજોનું વેચાણ કરતા ધંધાર્થીને ત્યાં ફૂડ વિભાગના દરોડા
- ફૂડ લાઈસન્સ બાબતે અપાઈ સૂચના
- ખાદ્યચીજ વસ્તુના લેવાયા નમૂના
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂટ વિભાગની ટીમ દ્વારા ખાદ્યચીજ વસ્તુઓનું વેચાણ કરતા ધંધાર્થીને ત્યાં ચેકિંગ હાથ ધરી અખાદ્ય જથ્થાનો નાશ કરી ખાદ્યચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. તેમજ 21 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચનાઓ આપવામાં આવેલ છે.
અખાદ્ય જથ્થાનો કરાયો નાશ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જ્યુબેલી મેઇન રોડ પર આવેલ સાહેબ લચ્છી એન્ડ ગોલાની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ ગ્રાહકોને વેચાણ કરતા ગોલામાં ઉપયોગમાં લેવાતો માવો વાસી જણાય આવતા અંદાજિત 10 કિલોગ્રામ વાસી માવાનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રી રાજશક્તિ ડેરી ફરસાણ & સ્વીટ માર્ટની તપાસ કરતા પેઢીમાં ગ્રાહકોને વેચાણ માટે સંગ્રહ કરેલ બેકરી પ્રોડ્કટ રસપટ્ટીનો એક્સપાયરી ડેટ થયેલ અંદાજિત 35 કિલોગ્રામ અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ફૂટ વિભાગ દ્વારા બન્ને પેઢીને યોગ્ય સ્ટોરેજ અને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ છે.

વિવિધ વિસ્તારમાં ફૂડ વિભાગનું ચેકિંગ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના વાવડી ગામ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 21 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 21 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ અને ખાદ્યચીજોના કુલ 17 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શ્રીજી પ્રોવિઝન સ્ટોર, રાજ ચામુંડા ડેરી ફાર્મ, પટેલ ડેરી ફાર્મ,શિવ ડેરી & જનરલ સ્ટોર, સુમરા પ્રોવિઝન સ્ટોર, GJ 3 ફેન્સી ઢોસા, બાલાજી જનરલ સ્ટોર, રઘુનંદન જનરલ સ્ટોર, શિવ ફાર્મસી, ઉમા ફ્લોર મીલ, મોગલ કોલ્ડ્રિંક્સ, લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર, બાલાજી કોલ્ડ્રિંક્સ, રામદેવ નાસ્તા હાઉસ, ઉમિયાજી ડેરી ફાર્મ, ખોડિયાર ડેરી ફાર્મ, મોવૈયા આઇસ્ક્રીમ, પટેલ પ્રોવિઝન સ્ટોર, લક્ષ્મી કિરણાં, દેવ પાણીપૂરી અને ભાગ્યલક્ષ્મી ફરસાણને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી
કેરીના રસના નમૂના લેવાયા
આ ઉપરાંત ફૂટ વિભાગ દ્વારા ઉનાળાની સિઝનને અનુલક્ષીને ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કેરીના રસના 5 નમૂના લેવામાં આવ્યા છે. જેમાં શ્રી સીતારામ વિજય પટેલ આઇસ્ક્રીમ & ડેરી ફાર્મ, ઘમિલન ડેરી પ્રોડકટ્સ LLP અને નવરંગ સિઝન સ્ટોરમાંથી લુઝ કેરાના રસના નમૂના લેવામાં આવ્યા છે. તેમજ પરિન ફ્રોઝન ફૂડમાંથી પરિન આલ્ફાન્સો ફ્રોઝન મેંગો પલ્પના 1 KGના બે નમૂના લેવામાં આવ્યા છે.