• વિશ્વના અનેક દેશોમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવે છે
  • વાઘના સંરક્ષણ અને તેમની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવાનો ઉદ્દેશ્ય
  • વાઘની પ્રજાતિના લુપ્ત થવા અંગે જાગૃત કરવામાં આવે છે

વિશ્વના અનેક દેશોમાં દર વર્ષે 29 જુલાઈએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવે છે. વાઘના સંરક્ષણ અને તેમની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવાના ઉદ્દેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે લોકોને વાઘની પ્રજાતિના લુપ્ત થવા અંગે જાગૃત કરવામાં આવે છે. હકીકતમાં, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના રિપોર્ટ અનુસાર, છેલ્લા 150 વર્ષમાં વાઘની સંખ્યામાં લગભગ 95 ટકાનો ઘટાડો થયો છે. વાઘ દિવસ ઉજવવાનું નક્કી કરતી વખતે, દરેક દેશોએ વાઘની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. ઘણા દેશો આ લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. જોકે, ભારતે વર્ષ 2018માં જ વાઘની પ્રજાતિને બમણી કરવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. વર્ષ 2018માં ભારતમાં વાઘની સંખ્યા 2900થી વધુ હતી. ચાલો જાણીએ કે ઈન્ટરનેશનલ ટાઈગર ડેની ઉજવણી ક્યારે શરૂ થઈ, ટાઈગર ડેનો ઈતિહાસ શું છે અને આ વર્ષના ટાઈગર ડેની થીમ શું છે.


આંતરરાષ્ટ્રીય વાઘ દિવસનો ઇતિહાસ

વાઘ દિવસની ઉજવણી વર્ષ 2010માં શરૂ થઈ હતી. રશિયાના પીટર્સબર્ગમાં એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 29 જુલાઈએ વિશ્વ વાઘ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સમિટમાં 13 દેશોએ ભાગ લીધો હતો. વાઘની લુપ્તપ્રાય પ્રજાતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં, 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.


વાઘ દિવસ થીમ

ગયા વર્ષે વાઘ દિવસની થીમ હતી "તેમનું અસ્તિત્વ આપણા હાથમાં છે." આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2024 ની થીમ છે “વાઘનું સંરક્ષણ અને તેમની પર થનાર જોખમ, તેમના રહેણાંક વિસ્તાર અને વાઘના શિકારને રોકવા માટે જાગૃતતા ફેલાવવાનો છે.


વિશ્વ વાઘ દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

આ દિવસે વાઘના સંરક્ષણ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવે છે. આના દ્વારા વધુમાં વધુ લોકોને વાઘ વિશે માહિતી આપવામાં આવે છે અને તેમના સંરક્ષણ અંગે જાગૃત કરવામાં આવે છે. વાઘના રક્ષણ માટે કામ કરતી સંસ્થાઓને પ્રોત્સાહિત અને દાન આપવામાં આવે છે.

કેટલી ફિલ્મોમાં વાઘનું પાત્ર દર્શાવામાં આવ્યું છે?

હોલીવુડ ફિલ્મોમાં પણ વાઘ મુખ્ય પાત્ર તરીકે જોવા મળ્યો છે. જેમ કે, મેનેટર, બર્નીંગ બ્રાઈટ, ધ ટાઈગર, પ્રિહિસ્ટોરીક ટાઈગર, ધ ટેકીંગ ઓફ ટાઈગર માઉન્ટેન, ટુ બ્રધર્સ, ધ ટાઈગર્સ નેસ્ટ, વાઈલ્ડ બિસ્ટ્સ તેમજ બોલીવુડ ફિલ્મોમાં પણ વાઘનું પાત્ર અલગ જ અંદાજમાં જોવા મળ્યું છે. જેમ કે, કાલ, હિમતવાલા, જુનુન, નટવરલાલ, ખુન પસીના જેવી ફિલ્મોમાં વાઘનું પાત્ર મુખ્ય પાત્ર તરીકે રહ્યું છે.


  • Follow us on: