- સ્પાઈ યૂનિવર્સની પાંચમી ફિલ્મ બનશે Tiger 3
- Tiger 3નું ટીઝર 1 મિનિટ 46 સેકંડનું હશે
- 13 નવેમ્બર સોમવારે રીલિઝ થશે Tiger 3 ફિલ્મ
સામાન્ય રીતે ફિલ્મને શુક્રવારે રીલિઝ કરવામાં આવે છે. જો કોઈ મોટા એક્ટરની ફિલ્મ છે તો તે શુક્રવારથી પહેલા રીલિઝ કરી દેવામાં આવે છે. એવામાં સલમાન ખાનની Tiger 3ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. ભાઈજાનની આ ફિલ્મને શુક્રવાર કે બુધવાર નહીં પણ પણ અલગ જ દિવસે રીલિઝ કરવામાં આવશે. આ કારણે ફેન્સમાં એક્સાઈટમેન્ટ વધી રહ્યું છે. Tiger 3ની ટીમ ફિલ્મને રીલિઝ કરવાની ખાસ તૈયારી કરી રહ્યું છે. ફિલ્મને 13 નવેમ્બર સોમવારે રીલિઝ કરવામાં આવશે.
27 સપ્ટેમ્બરે રીલિઝ થશે ટીઝર
Tiger 3નું ટીઝર 27 સપ્ટેમ્બરે રીલિઝ થશે. મળતી માહિતિ અનુસાર Tiger 3ના ટીઝરને ટાઈગરનો મેસેજ નામ અપાયું છે. આ ફિલ્મને યૂએ સર્ટિફિકેટ મળ્યું છે. રિપોર્ટના આધારે આ સ્પાઈ-એક્શન મૂવી ફિલ્મના ટીઝર વીડિયોનું ડ્યુરેશન 1 મિનિટ 46 સેકંડ હશે.
સ્પાઈ યૂનિવર્સની પાંચમી ફિલ્મ
ટાઈગર-3 ફિલ્મ સ્પાઈ યૂનિવર્સની પાંચમી ફિલ્મ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફિલ્મ 3 સુપર જાસૂસના જીવનની વાતો પર આધારિત છે. તેમાં ટાઈગર જિંદા, એક થા ટાઈગર, વૉર અને પઠાણ સામેલ છે.
આ સ્ટાર્સ મળશે જોવા
ટાઈગર 3માં સલમાન ખાન સિવાય કેટરિના કેફ અને ઈમરાન હાશમી પણ જોવા મળશે. આ સાથે તેમાં કરણ-અર્જુન ફિલ્મની જોડી એટલે કે થોડી વાર માટે સલમાન-શાહરૂખની જોડી એકસાથે જોવા મળી શકે છે. આ ફિલ્મના 2 પાર્ટ આવી ચૂક્યા છે અને સાથે ત્રીજા પાર્ટ માટે દર્શકો ઉત્સુક છે. આ ફિલ્મનું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. તેનો પહેલો ભાગ એક થા ટાઈગર- 2012માં આવ્યો તો 2017માં -ટાઈગર જિંદા હૈ આવ્યું અને હવે દિવાળીમાં ટાઈગર- 3 આ વર્ષે એટલે કે 2023માં રીલિઝ કરાશે.