- ન્યૂઝીલેન્ડના ક્રિકેટર ડેરીલ મિચેલને CSK એ ખરીદ્યો
- મિચેલ માટે પંજાબ – ચેન્નાઇ વચ્ચે બિડ વોર
- ચેન્નાઈએ 14 કરોડની બોલી લગાવી મિચેલને ખરીદ્યો
ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાની બેટિંગને મજબૂત બનાવવા તરફ ધ્યાન આપી રહી છે. CSK એ ન્યૂઝીલેન્ડના ક્રિકેટર ડેરીલ મિચેલને પોતાની ટીમમાં સામેલ કર્યો. ચેન્નાઈએ છેલ્લી ઘડીએ મિશેલ માટે બોલી લગાવી અને તેને ખરીદી લીધો હતો. ડેરીલ મિશેલને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. 14 કરોડમાં ખરીદ્યો હતો. પંજાબ કિંગ્સ માટે પ્રીતિ ઝિન્ટા બોલી લગાવી રહી હતી અને ચેન્નાઇની સાથે બિડ વોર કર્યો હતો. ત્યારબાદ ચેન્નાઈ 14 કરોડની બોલી લગાવી મિચેલને ખરીદી લીધો હતો.
ચેન્નાઇ – પંજાબ વચ્ચે બીડ વોર
ચેન્નાઈ બોલી લગાવી કે તરત જ પ્રીતિ ઝિન્ટા તેમની સામે જોઈને હસવા લાગી. આ પછી પણ તેણે થોડો સમય ચેન્નાઈ સાથે બિડ વોર કરી પરંતુ ચેન્નાઈને ફાઈનલ બિડ મળી અને પ્રીતિ ઝિન્ટાને નિરાશ થઈ અને મામલો ત્યાં જ ખતમ કરવો પડ્યો અને ચેન્નાઈએ મિશેલને 14 કરોડ રૂપિયામાં ડેરીલ મિચેલને ખરીદ્યો.
ડેરીલ મિચેલનું શાનદાર પ્રદર્શન
ઉલ્લેખનિય છેકે ન્યુઝીલેન્ડ તરફથી રમતા ડેરીલ મિચેલનું તાજેતરનું પ્રદર્શન ખતરનાક રહ્યું છે. તેની બેટિંગમાં ઘણી વિશ્વસનીયતા છે અને તેથી જ ચેન્નાઈએ તેને નિશાન બનાવ્યો. ચેન્નાઈ સુપર કિંગ્સે ચતુરાઈથી મિચેલને પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો.
પ્રીતિ ઝિન્ટા સરપ્રાઇઝ
પંજાબનું બિડ વોર બીજી કોઈ ટીમ સાથે ચાલી રહ્યું હતું અને અંતે ચેન્નાઈએ એન્ટ્રી કરી અને પંજાબ કિંગ્સનો મામલો બગાડ્યો. એકવાર બોલી હોલમાં હાસ્યનું વાતાવરણ પ્રસર્યુ હતું. પ્રીતિ ઝિંટાને અપેક્ષા નહોતી કે તે મિચેલને આ રીતે પોતાની સાથે ચેન્નાઈ લઈ જશે.