તાજેતરમાં તહેવારોની સિઝન ચાલતી હોય, જુદી જુદી ગેંગો દ્વારા લોકોને છેતરી તેમજ ચોરી કરવાની પેરવીઓ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને પોલીસ તરીકેની ઓળખ આપી, પોલીસના સ્વાગમાં વાહન ચેકીંગના બહાને ચોરી કરવાની તેમજ દાગીના પડાવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી ઈરાની ગેંગ પણ તહેવારોના સમયે સમગ્ર ગુજરાતમાં સક્રિય બને છે.
પોલીસ એકટિવ મોડ પર
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તથા ઇન્ચાર્જ સેક્ટર 02 નીરજ બડગુજર તથા અમદાવાદ શહેર ડીસીપી ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા તહેવારોના સમયમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરી, આ સમયમાં ચોરી, લૂંટ તેમજ છેતરપીંડી કરતી જુદી જુદી ગેંગના આરોપીઓ દ્વારા આચરવામાં આવતી મોડ્સ ઓપરેન્ડીથી માહિતગાર કરી, સાવચેતી રાખવા માટે સચેત કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અલગ-અલગ ટીમો બનાવી પોલીસે
અમદાવાદ શહેરમાં જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વટવા પીઆઈ કે. એ.ગઢવી, મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ, ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા, જીઆઇડીસી પીઆઈ આર.એમ.પરમાર, કાગડાપીઠ પીઆઈ એસ.એ.પટેલ, એસ.એસ.સોલંકી, દાણીલીમડા પીઆઈ જી.જે.રાવત તથા નારોલ પીઆઈ પી.સી.દેસાઈ તથા સ્ટાફ દ્વારા શહેર વિસ્તારના ઝોન 06 હેઠળ આવતા પોલીસ સ્ટેશનો ખાતે અલગ અલગ ટીમો બનાવી, ફૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગ દરમિયાન લોકોને માહિતગાર કરવાનો નવતર પ્રયોગ હાથ ધરી, તહેવારોના સમયમાં લોકોને સાવચેત કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.
લોકોને કરાયા માહિતગાર
આ અંગે જુદા જુદા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ દરમિયાન ભીડભાડ વાળા બજારના વિસ્તારમાં લોકોને એકત્રિત કરી, સાવચેત રહેવા માટે જાણ કરવામાં આવે છે. ઉપરાંત ઝોન 06 ના સાતેય પોલીસ સ્ટેશન ખાતે બજારમાં અલગ અલગ ભીડભાડ વાળી આશરે 45 થી 50 જગ્યાઓ ઉપર ઈરાની ગેંગ ના ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓના ફોટા સાથેના પોસ્ટર મૂકી, સાવચેત રહેવા તથા વિસ્તારમાં જણાઈ આવે તો, નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કંટ્રોલ રૂમ માં 100 નંબર ઉપર જાણ કરવા પણ માહિતગાર કરવામાં આવેલ છે.

જાણો ઈરાની ગેંગની મોડ્સ ઓપરેન્ડી
1-પોલીસ તરીકેની ઓળખ આપવાની..સિવિલ ડ્રેસ એટલેકે સાદા કપડામાં હોય છે..ટૂંકા વાળ હોય છે.
2-મોટી ઉંમરના વૃદ્ધ અથવા આધેડ લોકોને ટાર્ગેટ કરવાના..ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરે છે..
3-અહિયાથી નજીકમાં ખૂન અથવા લૂંટ નો બનાવ બનેલ છે..તમારા ઘરેણાં કાઢી નાંખો..રૂમાલમાં બાંધવાનું કહી, ઘરેણા કઢાવી, રૂમાલમાં મુકવાનો ડોળ કરી, નજર ચૂકવી, ઘરેણાં સેરવી લેવા અને ખાલી રૂમાલ વૃદ્ધ વ્યક્તિના થેલી થેલામાં મુકાવી દેવાના અને રફુ ચકકર થઈ જવાનું..
4-સામાન્ય રીતે મોટર સાયકલ ઉપર આવે છે..ડબબલ સવારીમાં હોય છે...ક્યારેક બે મોટર સાયકલ ઉપર ચાર જણા પણ હોય છે..
ઈરાની ગેંગથી સાવચેત રહેવાના મુદ્દાઓ.
1-પોલીસ સિવિલ ડ્રેસમાં હોય તો, આઈ કાર્ડ માંગવું..આઈકાર્ડ ના આપે તો, મોટર સાયકલનો નમ્બર લઈ લેવો..નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નમ્બર ઉપર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો..
2-મોટી ઉંમરના વૃદ્ધા સાથે તહેવારના સમયે કોઈની સાથે રહેવું, એકલા જતા હોય તો જરૂરિયાત પૂરતા સોનાના દાગીના પહેરવા હિતાવહ...
3-કોઈપણ જગ્યાએ ગમે તેવો ગંભીર ગુન્હો બને તો, પોલીસ દાગીના ઉતરાવતી નથી...જે બાબત દરેક વ્યક્તિઓને જણાવવી...જેથી પોલીસ દાગીના ઉતારીને જવાની વાત કરે તો, તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમ નો સંપર્ક કરી, ડુપ્લીકેટ પોલીસ હોવાની જાણ કરવી...
4-આવા લોકો રોકે અથવા ઘરેણાં ઉતારવાની વાત કરે તો, આજુબાજુના લોકોને ભેગા કરી, પોલીસને જાણ પણ કરી શકાય..જેથી પોલીસ દ્વારા વ્યવસ્થિત વેરિફિકેશન કરી શકાય....













