પહલગામ આતંકી હૂમલા બાદ ગુજરાતના મોટા મંદિરો અને જાહેર જગ્યાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સોમનાથ અને અંબાજી સહિતના મંદિરોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. હવે જામનગર મરીને પોલીસે દરિયાઈ પટ્ટીની સુરક્ષા વધારી દીધી છે. દ્વારકા અને જામનગરના દરિયાની સુરક્ષામા વધારો કરાયો છે. તમામ ચેક પોસ્ટર પર સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસે દરિયાકાંઠાના વિસ્તારો અને ગામોમાં ચાંપતી નજર રાખી છે.
માછીમારોની બોટ અને માછીમારનુ ચેકીંગ હાથ ધરાયું
જામનગર મરીન પોલીસે સુરક્ષાના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં દરીયાઈ પટ્ટીની સુરક્ષા સર્તક કરી દીધી છે. દરિયાઈ માર્ગ પાકિસ્તાન સાથે જોડાયેલો હોવાથી સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ વિસ્તારમા આવતા દ્વારકા, જામનગર અને મોરબી જીલ્લામાં દરીયા કિનારાનુ સૂરક્ષા વધુ સર્તક કરવામા આવી છે. તમામ ચેક પોસ્ટ પર સધન ચેકીંગ અને પેટ્રોલીંગ શરૂ કરી દેવાયુ છે. દરીયા કિનારે, લેન્ડિંગ પોઈન્ટ, દરીયાઈ કાંઠાના વિસ્તારો, દરીયાઈ કિનારાના ગામોમા સુરક્ષા જવાનો દ્વારા ચાપતી નજર રાખવામાં આવી છે. માછીમારોની બોટ અને માછીમારનુ ચેકીંગ હાથ ધરાયું છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા સાવચેતીના ભાગ રૂપે કાર્યવાહી શરૂ કરી
મરીન પોલીસની સાથે સાથે એલસીબી, એસઓજી, મરીન કમાન્ડો અને હોમગાર્ડ સહિતના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યાં છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સાવચેતીના ભાગ રૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. દરિયા કિનારાના આસપાસના વિસ્તારો અને ગામોમાં પણ પોલીસ તૈનાત કરાઈ છે અને ત્યાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમા સૌરાષ્ટ્રનો દરિયા કિનારો પાકિસ્તાન સાથે જોડાયેલો હોવાથી પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.