જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હૂમલો થયા બાદ અનેક પ્રવાસીઓ ફસાયા છે. પહેલગામમાં ગુજરાતના 25 પ્રવાસીઓ સુરક્ષિત હોવાની માહિતી મળી છે. જેમાં એક ઈજાગ્રસ્ત પ્રવાસીને GMC અનંતનાગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જમ્મુ કાશ્મીરના વહિવટી તંત્ર અને પોલીસ સાથે સરકાર સતત સંપર્કમાં છે.આજે આ પ્રવાસીઓને હવાઈ માર્ગે મુંબઈ અને ત્યાંથી ગુજરાત લાવવામાં આવશે.
17 પ્રવાસીઓ સનરાઈઝ ડીલાઈટ હોટલમાં સલામત













