જામનગર પીજીવીસીએલ કચેરીમાં ત્રણેક વર્ષ પહેલાં આસી. સેક્રેટરી તરીકે ફરજ બજાવી ગયેલા એક અધિકારી સામે એક કોન્ટ્રાક્ટરના પત્નીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. કોન્ટ્રાક્ટર કોઈ કેસમાં જેલ હવાલે થયા પછી તેની પત્ની આ અધિકારીના સંપર્કમાં આવી હોવાનું બહાર આવ્યું છે.
જામનગરમાં પીજીવીસીએલના અધિકારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે. ધ્રોલમાં તેણે પહેલા પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરની પત્ની પર નજર કરી હતી અને બાદમાં તેની પાસે જઈને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પીજીવીસીએલના અધિકારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ધ્રોલનો કોન્ટ્રાક્ટર કેટલાક ગુનામાં છેલ્લા કેટલાક સમયથી જેલમાં હતો. આ સમય દરમિયાન, કોન્ટ્રાક્ટરની પત્નીએ PGVCLના પેન્ડિંગ બિલ અંગે PGVCL કચેરીના અધિકારી હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણાના સંપર્કમાં આવ્યા હતા.













