- ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ દેવના આઠમા અવતાર માનવામાં આવે છે
- જેમણે ધર્મની સ્થાપના કરી દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર અવતરણ કર્યુ
- શ્રાવણની અષ્ટમી તિથિએ કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે
ચૌદ લોકના નાથ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ દેવના આઠમા અવતાર માનવામાં આવે છે. જેમણે ધર્મની સ્થાપના કરી દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર અવતરણ કર્યુ. શ્રાવણની અષ્ટમી તિથિએ કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ વખતે 26 ઓગસ્ટે જન્માષ્ટમી છે. આ દિવસે પૂજા માત્રથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તમે રાશિ અનુસાર શ્રીકૃષ્ણને પ્રિય વસ્તુઓ અર્પણ કરી શકો છો.
મેષ રાશિ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકોએ જન્માષ્ટમીએ શ્રી કૃષ્ણને લાલ વસ્ત્ર, કુમકુમ અને માખણ-મિસરીનો ભોગ લગાવી શકો છો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો ચાંદીની વાંસળી અર્પણ કરી શકે છે. તેનાથી ભગવાનની વિશેષ કૃપા રહેશે, આ સિવાય સફેદ વસ્ત્ર, માખણ, સફેદ ચંદન અર્પણ કરો.
મિથુન રાશિ
આ રાશિના લોકો લહેરીયા વસ્ત્ર, પીળુ ચંદન દહીનો પ્રસાદ અર્પણ કરવો
કર્ક રાશિ
આ રાશિના લોકોએ સફેદ વસ્ત્ર દૂધ અને કેસરનો ભોગ લગાવવો
સિંહ રાશિ
આ રાશિના લોકોએ ગુલાબી વસ્ત્ર, અષ્ટગંધ ચંદન, માખણ-મિસરીનો શ્રી કૃષ્ણને પ્રસાદ ચડાવવો
કન્યા રાશિ
આ રાશિએ સફેદ વસ્ત્ર, બરફી તેમજ કેળાનો પ્રસાદ ધરાવવો
તુલા રાશિ
કૃષ્ણજીને કેસરી વસ્ત્ર, ઘી-ગોળ-માખણ અને મિસરીનો ભોગ લગાવો.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોએ કૃષ્ણજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા, માવા-દહીંનો ભોગ લગાવો. જેનાથી ભગવાન કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
ધન રાશિ
પીળા રંગના વસ્ત્ર અને પીઠી અર્પણ કરો, કેસરીયા પેંડા અને બાસુંદી અર્પણ કરવી.
મકર રાશિ
આ રાશિના જાતકોએ નારંગી રંગના વસ્ત્રો અર્પણ કરવા જોઇએ. મિસરીનો ભોગ લગાવવો જોઇએ.
કુંભ રાશિ
આ રાશિના જાતકોએ પંજરીનો પ્રસાદ અર્પણ કરવો જોઇએ. લીલા રંગના વસ્ત્રો અર્પણ કરવા જોઇએ
મીન રાશિ
આ રાશિએ જામફળ, સીતાફળ કે સફરજન અર્પણ કરવા જોઇએ પીળા વસ્ત્રો અર્પણ કરવાથી કાન્હાજી પ્રસન્ન થાય છે.