ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર બાદ હવે કચ્છમાં પણ તંત્રનું બુલડોઝર ચાલ્યું છે અને ઘણા દબાણો દૂર કરવામાં આવ્યા છે.


મળતી માહિતી મુજબ, કચ્છમાં ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આરોપીના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવાયું છે. કાસમ ત્રાયાએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું, જે હાલ રેવન્યુ વિભાગ અને પૂર્વ કચ્છ પોલીસે કાર્યવાહી કરતા આરોપીના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવાયું છે. કાસમ વિરુદ્ધ આર્મ્સ, પ્રોહિબિશન, મારામારી જેવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

ગુજરાતમાં ગેરકાયદે દબાણો કરીને સરકારી જમીનો પચાવનારા લોકો માટે હાલ કપરો કાળ ચાલી રહ્યો છે. કારણ કે દાદાનું બુલડોઝર રાજ્યના ખૂણે ખૂણે ફરીને ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરી રહ્યું છે. ત્યારે કચ્છમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ વિરુદ્ધ પૂર્વ કચ્છ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કાસમ ત્રાયા નામના શખ્સના અવૈધ અતિક્રમણ પર બુલડોઝર ફરી વળ્યુ છે. રેવન્યુ વિભાગની મદદથી સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. કાસમ વિરુદ્ધ આર્મ્સ ,પ્રોહિબિશન ,મારામારી જેવા ગુન્હા નોંધાયેલા છે. તંત્ર અને પૂર્વ કચ્છ પોલીસે ગેર કાયદેસર દબાણો તોડી પાડ્યા છે.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો કરીને કરોડોની મહામુલી જમીન પર કબજો કરી દેનારા લોકો સામે જોરદાર એક્શન હાલ જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી દાદાનું બુલડોઝર ફુલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને જ્યાં દબાણો દેખાય ત્યાં પહોંચીને તેને જમીનદોસ્ત કરી રહ્યું છે. કચ્છમાં વિવિધ વિસ્તારોમાં ગેર કાયદેસર દબાણ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ મુન્દ્રામાં નાના કપાયા આસપાસ આવેલા દબાણો હટાવવા માટે તંત્રએ નોટિસ આપ્યા બાદ દબાણ તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ગેર કાયદેસર ભંગારના વાડા તોડવામાં આવ્યા હતા.

  • Follow us on: