કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 1ઃ59એ 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી વેસ્ટ સાઉથ વેસ્ટ દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ફફડાટ મચ્યો છે.
મળતી માહિતી મુજબ, કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આચકા આવી રહ્યા છે. જેનું મુખ્યા કારણ એ છેકે, 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 1ઃ59એ 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી વેસ્ટ સાઉથ વેસ્ટ દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ફફડાટ મચ્યો છે.













