રાજ્ય ચૂંટણી આયોગે મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરી છે ત્યારે કચ્છમાં રાપર, ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની 3 બેઠકો માટે પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે.તા.21-01-2025ના પાલિકાની સામાન્ય અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઇ ગઇ છે. રાપર અને ભચાઉ પાલિકામાં લાંબા સમયથી વહીવટદારનું શાસન હતું. રાપર અને ભચાઉ નગરપાલિકાના 7-7 વોર્ડની 28 બેઠકો અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે આગામી તા.16-2ના મતદાન થશે.
રાપર નગરપાલિકાની ચૂંટણી અંગે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
રાજય ની એક મહાનગર પાલિકા ત્રણ તાલુકા પંચાયત અને ખાલી પડેલી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકની ચૂંટણી તથા રાજયની 66 નગરપાલિકાની ચુંટણી જાહેર કરવામાં આવી છે તે મુજબ રાપર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાપર નગરપાલિકાની સાત વોર્ડ ની 28 બેઠક પર ચૂંટણી યોજાનાર છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે આ અંગે મળતી વિગતો મુજબ રાપર શહેરની ચાલીસ હજારની વસ્તી છે અને છેલ્લા બે વર્ષથી વહિવટદાર શાસન છે રાપર નગરપાલિકામા ભાજપનું શાસન ઘણા સમયથી છે ત્યારે વોર્ડ સાતમા કુલ મતદારો૨૨૭૫૪ છે મતદાન કેન્દ્રોની સંખ્યા ૨૬.વોર્ડ મુજબ ની બેઠકો ૨૮ છે જેમાં સંવેદનશીલ મથક પાંચ છે જેમાં ગત ટર્મ મા ભાજપ ૧૭ કોંગ્રેસ ૧૧ સદસ્યો હતા તો વોર્ડ નંબર એક ના કોગ્રેસના સદસ્ય એ બળવો કરી ભાજપમા ભળી ગયા હતા.
રાપરમાં પીવાના પાણીની સમસ્યા
રાપર શહેરમાં વિવિધ વિકાસ થયો છે પરંતુ રાપર શહેરની મુખ્ય પીવાના પાણી નો આધાર નર્મદા કેનાલ પર છે કેનાલ બંધ થઈ જ જાય એટલે પાણીની રામાયણ શરૂ થઈ જાય છે તો રાપર તાલુકામાં શહેરમાં રખડતા ઢોરોની સંખ્યા અંદાજે બે હજારથી વધુ છે અવારનવાર ઝગડતા આખલા ફાઇટમા લોકો ઇજાગ્રસ્ત થયા છે તો અનેક નુકસાન થાય છે છેલ્લા પાંચ વર્ષમાં રાપર શહેરમા રખડતા ઢોરોના લીધે ચાર લોકોના મોત થયા છે રાપર શહેરમા સફાઈ માટે નો મોટો પ્રશ્ન છે સફાઈ કામદારોની અપૂરતી સંખ્યા છે પરંતુ રાપર શહેરમા ભાજપ દ્વારા વિવિધ પ્રકારના વિકાસ ના કામો તથા પીવાના પાણીના સંગ્રહ માટે નગાસર તળાવ અને આંઢવાળા તળાવનું કાર્ય ચાલી રહ્યું છે.
રાપરમાંકોંગ્રેસ સેનાપતિ વગરની સેના સમાન
ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિકાસના કામગીરી માટે ગ્રાન્ટ તથા સાધનો ફાળવવામા આવ્યા છે ભાજપમા સબળ નેતૃત્વમા ચૂંટણી જીતવા માટે આસાન છે તો સામે રાપર શહેરમાં કોંગ્રેસ સેનાપતિ વગરની સેના સમાન છે માજી ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા ના પતિ ભચુભાઇ આરેઠીયા સિવાય કોઈ સબળ નેતૃત્વ નથી એટલે આ વખતે પણ ભાજપ મેદાન મારી જાય તેવું જણાઈ રહ્યું છે કોગ્રેસ પાસે રખડતા ઢોરો સફાઈ તથા પીવા ના પાણી સિવાય કોઈ મુદ્દો નથી એટલે રાપર નગરપાલિકા મા ભાજપ નું પુનઃ શાસન આવશે તેમ મનાય છે,
2018ની સામાન્ય ચૂંટણી બાદ ભચાઉમાં 3396, રાપરમાં 7881 મતદાર વધ્યા
2018માં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી ત્યારે ભચાઉમાં 22,878 મતદારો હતા, જેમાં 3396ના વધારા સાથે હાલે 26,274 મતદારો છે. તે જ રીતે રાપરમાં 2018માં 14,873 મતદારો હતા, જેમાં 7881ના વધારા સાથે હાલે 22,754 મતદાર છે.
તાલુકા પંચાયતની 3 બેઠકો પર પેટા ચૂંટણી
ભચાઉ, રાપર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સાથે કચ્છની ભચાઉ તાલુકા પંચાયતની લાકડિયા-2, મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપુર-2 અને માંડવી તાલુકા પંચાયતની દરશડી બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. આ ત્રણેય બેઠકો બિન અનામત સામાન્ય છે.
જાણો વર્ષ 2018માં કયાં કેટલું મતદાન થયું
2018ની સામાન્ય ચૂંટણી વખતે ભચાઉમાં કુલ 12,151 પુરૂષ, 10,727 મહિલા મળી કુલ 22,878 મતદારોમાંથી 7937 પુરૂષ, 6565 મહિલા મળી કુલ 14,502 મતદારોએ મતદાન કરતાં 63.39 ટકા મતદાન તે જ રીતે રાપરમાં 7720 પુરૂષ, 7153 મહિલા મળી કુલ 14,873 મતદારોમાંથી 4854 પુરૂષ, 4256 મહિલા મળી કુલ 9,110 મતદારોએ મતદાન કરતાં 61.25 ટકા મતદાન થયું હતું.
મુંદ્રામાં રિવરફ્રન્ટ બન્યો નહી
ભૂતકાળમાં વડાપ્રધાન રાજપથ યોજના હેઠળ નગરના પ્રવેશદ્વાર સમા ડાકબંગલા થી હરિબાગ સુધી ભૂખી નદીના સમાંતર માર્ગ બનાવી તેને રિવરફ્રન્ટ તરીકે ડેવલોપ કરવાની વાત થઇ હતી અને તે અંગે સંલગ્ન ખાતાઓ સમક્ષ દરખાસ્ત પણ મુકાઈ હતી. જેથી નગરમાં ટ્રાફિક જામ માટે નિમીત બનતા ભારે વાહનો ત્યાં ડાયવર્ટ કરી શકાય અને સાથે સાથે લોકોને હરવા ફરવા માટે નું સ્થળ મળી રહે પરંતુ તે પણ રાજકીય સ્તરે થતા પોકળ વાયદા સમાન બની રહી છે.













