- ગાંધીનગરમાં PDPU રોડ પર આવેલી રૅસ્ટોરન્ટનું લાયસન્સ રદ્દ
- ગાંધીનગરની શાહી સિગડી રૅસ્ટોરન્ટનું લાયસન્સ રદ્દ
- 31 મેના રોજ બિનઆરોગ્યપ્રદ સામગ્રી મળી આવી હતી
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલા પીડીપીયુ રોડ પરની શાહી સિગડી રૅસ્ટોરન્ટનું લાયસન્સ આજે વહીવટી તંત્રએ સીલ મારી દીધું છે. ગત 31મેના રોજ તંત્રએ રૅસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન બિનઆરોગ્યપ્રદ સામગ્રી મળી આવી હતી. જેથી તંત્રએ સામગ્રીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ તંત્રએ રૅસ્ટોરન્ટને નોટિસ ફટકારી હતી. રૅસ્ટોરન્ટે ઈમ્પ્રુવમેન્ટ નોટિસનું પાલન નહીં કરતા આખરે વહીવટી તંત્રએ સીલ મારી કાર્યવાહી હાથ ધરી હતી.













