સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ રાજ્યકક્ષા હોકી ભાઈઓ (અંડર-૧૪) સ્પર્ધા તા. ૨૪/૦૪/૨૦૨૫ થી ૩૦/૦૪/૨૦૨૫ સુધી જે.બી.શાહ સ્કુલ મોડાસા ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં ખેલ મહાકુંભ અંતર્ગત ગુજરાત રાજયના ચાર ઝોનમાં પ્રથમ અને દ્વિતીય આવેલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં મોડાસા અને લીંબડી ડી.એલ.એસ.એસ શાળા વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ હતી.
લીંબડી ડી.એલ.એસ.એસ હોકી ટીમે સમગ્ર રાજ્યમાં ઝાલાવાડનું ગૌરવ વધાર્યું













