• બનાસકાંઠા લોકસભા બેઠક પર બીજી વખત મહિલા સાંસદ ચૂંટાયા છે
  • એ પહેલીવાર એવું બન્યુ છે કે આ બેઠક પરથી કોઇ મહિલા ઉમેદવાર સાંસદ બન્યા છે
  • કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ડૉ. રેખા ચૌધરીને  હરાવી દીધા છે

આજે સવારથી જ બનાસકાંઠાની આ બેઠકને લઇને રસાકસી ચાલી રહી હતી. ક્યારેક ગેની બેન તો ક્યારેક રેખા ચૌધરી આગળ થઇ રહ્યા હતા આખરે ગેનીબેનનો વિજય થયો છે. બનાસકાંઠા લોકસભા મતવિસ્તાર, ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ચૌધરી હરીભાઈ પાર્થિભાઈ કચ્છ મતક્ષેત્રના હાલના સાંસદ છે. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં ચૌધરી હરીભાઈ પાર્થિભાઈ એ 2,02,334 મતોથી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના પટેલ જોઈતાભાઈ કાસનાભાઈને હરાવ્યા હતા. ગઈ ચૂંટણીમાં 59 ટકા લોકોએ પોતાનો મત આપ્યો હતો. આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 24,22,063 છે, જેમાંથી 84.73% ગ્રામીણ વિસ્તારો અને 15.27% શહેરી વિસ્તારો છે. લોકસભા 2024ની ચૂંટણી જંગમાં ભાજપના નવા ઉમેદવાર ડૉ. રેખા ચૌધરી હારી ગયા છે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભવ્ય વિજય મેળવ્યો છે. આ બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીતી ગયા છે ડૉ. રેખા ચૌધરી હરાવીને ગેનીબેન જીતી ગયા છે.

છેક સુધી માત્ર બે-ચાર હજાર વોટથી પાતળી રસાકસીએ રાજકીય પાર્ટીઓના શ્વાસ અદ્ધર કર્યા હતા. જોકે, છેલ્લે પરિણામ ગેનીબેન ઠાકોરના પક્ષમાં આવ્યું છે.

કોંગ્રેસની કેમ જીત થઇ?

ઊંચું મતદાન ભાજપ માટે ભારે પડ્યું. ગેનીબેન ઠાકોરે પોતાને “બનાસની બેન ગેનીબેન” તકે પ્રસ્તુત કર્યા. ઠાકોર મતદારો કોંગ્રેસ તરફી રહ્યા. રેખાબેનની સરખામણીએ ગેનીબેન આક્રમક નેતા છે. બનાસની બહેન ગેની બહેનથી સહાનુભૂતિ મળી. વાવના ધારાસભ્ય હોવાથી વ્યાપક સમર્થન. 28 વર્ષથી રાજકારણમાં સક્રિય ગેનીબેન ઠાકોર સમુદાયમાંથી આવે છે. કોંગ્રેસને દલિત અને મુસ્લિમના મત મળ્યા. કોંગ્રેસના દ્વિતીય હરોળના તમામ નેતાઓ એકસંપ થઈ જતા ફાયદોઅગાઉ કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું હતું.

પાકિસ્તાન સરહદ અને રાજસ્થાન સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર તાલુકા વિસ્તારને સમાવતી બનાસકાંઠા લોકસભા બેઠક મત વિસ્તારમાં આઝાદીથી લઇને 1984 સુધી કોંગ્રેસનો દબદબો હતો. જોકે ત્યાર બાદ ભાજપનો ઉદય થયો અને હાલમાં છેલ્લી ત્રણ ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ છે. આ બેઠક પર કોંગ્રેસ નવ વખત જ્યારે ભાજપ છ વખત જીત્યું છે. અગાઉ કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું હતું.

લોકસભા ચૂંટણી 2024 પરિણામ અંગે વાત કરીએ તો બનાસકાંઠા બેઠક પર આ વખતે મહિલાનો દબદબો છે

લોકસભા ચૂંટણી 2024 પરિણામ અંગે વાત કરીએ તો બનાસકાંઠા બેઠક પર આ વખતે મહિલાનો દબદબો છે. ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય હરિફ પક્ષોએ મહિલા ઉમેદવાર પર ભરોસો મુક્યો હતો. ભાજપ તરફથી રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર મેદાનમાં હતા જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. 

ગેનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય છે જ્યારે રેખાબેન ચૌધરી પ્રથમ ચૂંટણી લડી રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર બીજી વખત મહિલા સાંસદ ચૂંટાયા છે. અગાઉ 1962 ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ઝોહરાબેન ચાવડા સાંસદ બન્યા હતા. એ પહેલીવાર એવું બન્યુ છે કે આ બેઠક પરથી કોઇ મહિલા ઉમેદવાર સાંસદ બન્યા છે.

લોકસભા ચૂંટણી બનાસકાંઠા બેઠક પર ચૂંટાયેલા સાંસદ

2024 કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનની જીત

2019 પરબતભાઇ પટેલ (ભાજપ)

2014 હરિભાઇ પાર્થિવભાઇ ચૌધરી (ભાજપ)

2013 હરિભાઇ પાર્થિવભાઇ ચૌધરી (ભાજપ, ઉપ ચૂંટણી)

2009 મુકેશ ગઢવી (કોંગ્રેસ)

2004 હરિસિંહ ચાવડા (કોંગ્રેસ)

1999 હરિભાઇ પાર્થિવભાઇ ચૌધરી (ભાજપ)

1998 હરિભાઇ પાર્થિવભાઇ ચૌધરી (ભાજપ)

1996 બી કે ગઢવી (કોંગ્રેસ)

1991 હરિસિંહ ચાવડા (ભાજપ)

1989 જ્યંતિલાલ શાહ (જનતા દળ)

1984 બી કે ગઢવી (કોંગ્રેસ)

1980 બી કે ગઢવી (કોંગ્રેસ)

1977 મોતીભાઇ ચૌધરી (જનતા પક્ષ)

1971 પોપટલાલ જોશી (કોંગ્રેસ)

1969 એસ કે પાટીલ (ઉપ ચૂંટણી)

1967 મનુભાઇ અમરસી (સ્વતંત્ર પક્ષ)

1962 ઝોહરાબેન ચાવડા (કોંગ્રેસ)

1957 અકબરભાઇ ચાવડા (કોંગ્રેસ)

1951 અકબરભાઇ ચાવડા (કોંગ્રેસ)

બનાસકાંઠા લોકસભા ચૂંટણી પરિણામ ભાજપ કોંગ્રેસ વોટ શેર


વર્ષ ભાજપકોંગ્રેસ
201962.328.5
201458.435.2
200943.244.8
2004  45.8 46.9
19995247.6
1998 53.1 41.4
1996 42.144.6
199153.7 41.4




  • Follow us on: