• હળવદ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન છે ચંદુભાઈ શિહોરા
  • મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ છે ચંદુભાઈ શિહોરા
  • સામાજિક શૈક્ષણિક કાર્યો સાથે જોડાયેલ વ્યકિત છે ચંદુભાઈ શિહોરા

ભાજપે ચુંવાળિયા કોળી જ્ઞાતિના ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી હતી અને તેમની જીત થઈ છે. સુરેન્દ્રનગરમાં વસતિની દૃષ્ટિએ ચુંવાળિયા કોળી કરતા તળપદા કોળી વધુ છે, છતાં ભાજપે અન્ય સીટના બેલેન્સ સાધવા માટે ચુંવાળિયા કોળીને ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરમાં ખાસ કરીને ધ્રાંગધ્રા અને હળવદવાળા પટ્ટામાં ચુંવાળિયા કોળીની વસતિ વધુ છે. જ્યારે ચોટીલા, સાયલા અને લીંબડીવાળા પટ્ટામાં તળપદા કોળી વધુ છે.

જાણો કોણ છે ચંદુભાઈ શિહોરા

સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપે ચુવાળીયા કોળી સમાજના ચંદુ સિહોરાને ટિકિટ આપી છે. તેઓનો જન્મ 1 જૂન 1962માં હળવદ તાલુકાના કેદારીયા ગામે થયો હતો તેઓએ BE (સિવિલ) સુધી અભ્યાસ કરેલ છે. તેઓએ જિલ્લા પંચાયત મોરબી ખાતે પ્રમુખની જવાબદારી પણ સંભાળી છે અને પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા ભાજપ મોરબી, કોષાધ્યક્ષ જિલ્લા ભાજપ મોરબી, વાંકાનેરના ગ્રામ્ય મંડળના પ્રભારી અને પૂર્વ કારોબારી ચેરમેન તાલુકા પંચાયત હળવદ, પૂર્વ પ્રમુખ કેદારીયા દૂધ ઉત્પાદન સહકારી મંડળી સહિતની જવાબદારીઓ સંભાળી છે.

27 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે શિહોરા

ચંદુભાઈ શિહોરા છેલ્લા 27 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર્તા છે. શિહોરા ચુવાળિયા કોળી સમાજમાંથી આવે છે. આથી આ વખતે પણ ભાજપે કોળી ઉમેદવાર પર પસંદગી ઉતારી હતી. અહીથી ભાજપે ગત ટર્મમાં ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી હતી, જેઓ પણ કોળી સમાજમાંથી આવે છે. ત્યારે વધુ એકવાર ભાજપે કોળી ઉમેદવારને ટિકિટ આપી હતી. ચંદુભાઈ શિહોરા હળવદ તાલુલાકના કેદારીયા ગામના રહેવાસી છે .

સુરેન્દ્રનગર લોકસભા સીટ પર મતદાન વર્ષ 2024

સુરેન્દ્રનગર લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું.સુરેન્દ્રનગરમાં કુલ 55.09 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો ચોટીલામાં 57.69 ટકા, દસાડામાં 57.50 ટકા, ધંધુકામાં 50.88, ધાંગ્રધામાં 55.49 ટકા, લીંમડીમાં 53.20 ટકા, વિરમગામમાં 56.41 ટકા અને વઢવાણમાં 54.57 ટકા મતદાન નોંધાયું હતું.

કુલ 7 વિધાનસભા

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં કુલ સાત વિધાનસભા વિસ્તાર આવે છે. નોંધવા જેવી વાત એ છે કે સાતમાંથી બે વિધાનસભા વિસ્તાર વિરમગામ અને ધંધૂકાને વહિવટી રીતે અમદાવાદ જિલ્લો લાગે છે. સુરેન્દ્રનગરની દસાડા વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ એટલે કે SC જ્ઞાતિ માટે અનામત છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ તમામ બેઠકો ભાજપે જીતી હતી.


  • Follow us on: