- મહીસાગર જિલ્લા સહિત તાલુકામાં મેઘરાજા કહેર બનીને વરસ્યા
- લુણાવાડમાં દિવસ દરમિયાન 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
- 15 વીજપોલ ધરાશાયી અનેક ગામોમાં પાણી ભરાયા હતા
મહીસાગર જિલ્લામાં સવારથી જ વરસાદી માહિલ જામ્યો હતો. મહીસાગર જિલ્લા સહિત તાલુકામાં મેઘરાજા કહેર બનીને વરસી રહ્યા હતા. છેલ્લા 12 કલાકમાં મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ લુણાવાડા તાલુકામાં ખાબક્યો છે. લુણાવાડમાં દિવસ દરમિયાન 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
છેલ્લા 12 કલાકમાં મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદની વાત કરવામા્ં આવે તો લુણાવાડા તાલુકામાં 7 ઈંચ વરસાદ, સંતરામપુર તાલુકામાં 5.5 ઇંચ, વીરપુર તાલુકામાં 3.5 ઇંચ, ખાનપુર તાલુકામાં 3 ઇંચ, કડાણા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, બાલાસિનોર તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. મહીસાગર જિલ્લામાં સારોએવો વરસાદને લઇ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. મહીસાગર જિલ્લાના અનેક તાલુકાઓમાં વધુ વરસાદ વરસ્તા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.













