દાહોદમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને હોળી-ધુળેટીના તહેવાર પહેલા મોટી સફળતા મળી છે. ભથવાડા ટોલ નાકા ઉપરથી LCBની ટીમે દારુ ભરેલું કન્ટેનર ઝડપી પાડયુ છે. LCBની ટીમને બાતમી મળી હતી કે આ ચોક્કસ સમયે દારુ ભરેલું ટેન્કર ભથવાડા ટોલ નાકા પાસેથી પસાર થશે, ત્યારે LCBની ટીમે વોચ ગોઠવીને દારુ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે.


બાતમીના આધારે LCBએ કરી મહત્વની કામગીરી

તમને જણાવી દઈએ કે LCBની ટીમે દારૂના કન્ટેનર સાથે 2 લોકોની પણ ધરપકડ કરી છે. કન્ટેનરમાંથી દારુની 551 પેટી ઝડપાઈ છે. જેની અંદાજિત કિંમત રુપિયા 27,94,800 છે. આ સિવાય કન્ટેનર અને એક ગાડી પણ LCBની ટીમે જપ્ત કરી લીધી છે અને કૂલ મળીને 2 આરોપીઓ સહિત રૂપિયા 48,04,800નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. દારુનો જથ્થો હરિયાણાથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જો કે LCBએ બે ઈસમોની ધડપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ત્યારે બે લોકોની પૂછપરછ બાદ અન્ય જાણકારીઓ સામે આવી શકે છે.

26 ફેબ્રુઆરીએ અમદાવાદમાં LCBએ દારૂનો જથ્થો ઝડપ્યો હતો

તમને જણાવી દઈએ આ પહેલા 26 ફેબ્રુઆરીએ અમદાવાદના હાંસલપુર ચોકડી નજીકથી કારમાંથી દારુનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. માંડલ તાલુકાના હાંસલપુર ચોકડી નજીક કારમાંથી LCBએ વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. LCBની ટીમે ક્રેટા કારમાંથી વિદેશી દારૂની 478 બોટલ ઝડપી લીધી હતી અને કારને પણ કબ્જે કરી લીધી હતી. વિદેશી દારૂનો જથ્થો અને કાર મળીને કૂલ 18 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ LCBએ ઝડપી લીધો હતો અને આ સાથે જ 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. રમેશ ખીલેરી અને અશોક કલબી નામના 2 શખ્સોને ગ્રામ્ય LCBએ ઝડપી પાડ્યા હતા.

રાજ્યમાં એક વર્ષમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 27,495 કેસ નોંધાયા

તમને માહિતી વાંચીને ચોંકી જશો અને બોલી ઉઠશો કે ગુજરાતમાં દારુબંધી ફક્ત કાગળ પર જ છે. રાજ્યમાં એક વર્ષમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 27,495 કેસ નોંધાયા છે. વર્ષ 2023-24 રોડ સેફટી રિપોર્ટમાં આંકડો સામે આવ્યો છે. 2021-22માં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 13,153 કેસ નોંધાયા હતા. ત્યારે હેલ્મેટ નહીં પહેરવાના 3,31,445 ગુના નોંધાયા છે.સીટ બેલ્ટ નિયમ ભંગના 42,182 ગુના નોંધાયા છે તો ઓવર સ્પીડના 1,66,813 ગુના નોંધાયા છે. ટ્રાફિક સિગ્નલને લગતા 3,23,809 ગુના નોંધાયા છે. મોબાઈલ ફોનના ઉપયોગ બદલ 2,08,404 ગુના નોંધાયા છે.


  • Follow us on: