જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં કાળજું કંપાવી દે તેવી એક ભયાનક દુર્ઘટના સામે આવી છે. કેશોદ-બાલાગામ રોડ પર પસાર થઈ રહેલી એક ચાલુ કારમાં અચાનક આગ ફાટી નીકળતા કાર ભડભડ સળગી ઉઠી હતી. આ ગમખ્વાર ઘટનામાં કારમાં સવાર 3 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને ચકચાર મચી ગઈ છે.
કેશોદ-બાલાગામ રોડ પર ચાલુ કારમાં આગ
મળતી વિગતો અનુસાર, કેશોદ-બાલાગામ રોડ પર ચાલુ કારે આગ લાગવાની ઘટના બની ત્યારે કારમાંથી બહાર ફંગોળાઈ ગયેલી એક યુવતીનો આબાદ બચાવ થયો હતો. દુર્ઘટનાને નજરે જોયા બાદ ઊંડા આઘાતમાં સરી પડેલી આ યુવતીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
