આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં મોટી ઉથલપાથલ અને નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. પોરબંદરના ભાજપના પૂર્વ સાંસદ રમેશ ધડુક અને આમ આદમી પાર્ટી (AAP) ના કદાવર નેતા પ્રવીણ રામ વચ્ચે થયેલી શુભેચ્છા મુલાકાતે સમગ્ર પંથકના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
તાલાળાના ઘુસિયા ગીર ગામે પ્રવીણ રામના નિવાસસ્થાને પહોંચ્યા રમેશ ધડુક
મળતી વિગતો અનુસાર, ભાજપના પૂર્વ સાંસદ રમેશ ધડુક તાલાળા તાલુકાના ઘુસિયા ગીર ગામે આવેલા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામના નિવાસસ્થાને રૂબરૂ પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે પ્રવીણ રામના ઘરે યોજાયેલી આ મુલાકાત બાદ ખુદ રમેશ ધડુકે આ મુલાકાતની તસવીરો પોતાના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી.
