ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ સામે આવી છે, જ્યાં આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાએ રાષ્ટ્રીય સ્તરે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના વરદ હસ્તે દાહોદ જિલ્લાને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારી પી. આર. દવેએ જિલ્લા કલેક્ટર વતી આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો.

'બેસ્ટ પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ' તરીકે ડંકો વાગ્યો

પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાની પસંદગી 'બેસ્ટ પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ' તરીકે કરવામાં આવી છે. જિલ્લામાં સિંચાઈ માળખાકીય સુવિધાઓના સુદૃઢીકરણ માટે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીની રાષ્ટ્રીય સ્તરે ગંભીર નોંધ લેવાઈ છે. આ સન્માનથી સમગ્ર રાજ્ય અને જિલ્લામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

Dahod News: District Wins National Award Under PM Dhan-Dhanya Krishi Yojana in New Delhi

ખેડૂતો સુધી પાણી પહોંચાડવાના પ્રયાસો ફળ્યા

દાહોદ જેવા પછાત અને આદિવાસી વિસ્તારમાં ખેડૂતોના ખેતરો સુધી સિંચાઈનું પાણી સરળતાથી પહોંચાડવા અને કૃષિ વિકાસને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ સફળ યોજનાકીય અમલીકરણના પરિણામે આજે દાહોદ જિલ્લો કૃષિ ક્ષેત્રે દેશભરમાં રોલ મોડેલ બન્યો છે અને વિકાસનો નવો ડંકો વગાડ્યો છે.

Dahod News: District Wins National Award Under PM Dhan-Dhanya Krishi Yojana in New Delhi


આ પણ વાંચો: Dahodમાં હાહાકાર, ધમધમતા ઠક્કર ફળિયા વિસ્તારના ઘરમાં ઘૂસ્યું જંગલી શિયાળ, લોકોમાં ભારે દહેશત...