રાજ્ય સરકારે હિતધારક ખેડૂતો, નાગરિકો પાસેથી સુચનો માંગ્યા છે અને શહેરીકરણ, બુલેટ ટ્રેન, હાઇવેને પગલે ખેતીની જમીન નાની થઇ હોવાની વાત સામે આવી છે, વર્ષ 1947નો ટુકડા ધારો સુધારવા ગુજરાત સરકારનો નિર્ણય છે અને હાલના નિયમને કારણે જમીન નાની થાય તો વેચાણને મંજૂરી નહીં, સંપાદન કે ભૌગોલિક સ્થિતિ બદલાય તો 10 ગુંઠામાં પણ છૂટછાટ અપાઈ શકે છે.


[[$googlead]]

હિતધારક ખેડૂતો સમેત નાગરીકો પાસેથી સરકારે સૂચનો માંગ્યા

રાજ્યમાં વધતા શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને હાઈવે, નહેર, બુલેટ ટ્રેન સહિતની માળખાગત સુવિધાઓને પગલે ખેતીની જમીન નાની થઈ રહી છે. આ સ્થિતિમાં થતા ટુકડા અર્થાત બિન પિયત વિસ્તારોમાં ૮૦.૯૪ ગુંઠા અને પિયત ધરાવતા ક્ષેત્રોમાં ૨૦.૨૪ ગુંઠાથી ઓછી જમીનમાં વેચાણના વ્યવહારો પર નિયંત્રણ ફરમાવતો વર્ષ ૧૯૪૭નો ટૂકડા ધારો સુધારવા ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. મહેસૂલ વિભાગે વિધેયકના મુસદ્દામાં ખેતીની જમીનમાં ૧૦ ગુંઠા કે તેથી વધુના ટુકડાના વેચાણ વ્યવહારને દંડ વસૂલીને નિયમિત કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેના માટે હિતધારક ખેડૂતો સમેત નાગરીકો પાસેથી ૭મી ફેબ્રુઆરી સુધીમાં સુચનો માંગ્યા છે.

ગ્રામિણ વિસ્તારોમાં સરકાર જે નક્કી કરે તે દંડ ભરીને ટૂકડા ધારાના ભંગના કિસ્સામાં તબદીલી થશે

જમીન સુધારણા એકમ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ સરકારે કાયદાની કલમ-૯ (૩) હેઠળ પેટા કલમ-૪ દાખલ કરીને શહેરી વિસ્તારો અને ગ્રામિણ વિસ્તારોમાં સરકાર જે નક્કી કરે તે દંડ ભરીને ટૂકડા ધારાના ભંગના કિસ્સામાં તબદીલી અથવા વેચાણ વ્યવહારને નિયમિત કરી શકાય તેવી જોગવાઈ કરવા પ્રસ્તાવ છે. એટલુ જ નહિ, કાયદાની કલમ- ૩, ૪ તેમજ પાંચ હેઠળની તમામ જમીનો માટે લધુત્તમ ક્ષેત્રફળ ૧૦ ગુંઠા નક્કી કરવાનું સુચવાયુછે.

[[$alsoread]]

ભૌગોલિક પરિસ્થિતિઓ બદલાતા 10 ગુંઠાથી ઓછા ટુકડાની સ્થિતિમાં પણ છૂટછાટ આપવા સુચવ્યું છે

એથી, વારસાઈ- ભાગલા, બિન ખેતી-NA કે પછી હકપત્રકમાં નોંધને તબક્કે જો ખેતીની જમીન ૧૦ ગુંઠા કે તેથી વધારે ક્ષેત્રફળની હશે તો તેવી સ્થિતિમાં તેના વેચાણ સહિતની તબદિલીને મંજૂરી મળી શકશે. હાલમાં આ ક્ષેત્રફળની મર્યાદા વિસ્તાર મુજબ ૨૦.૨૪ ગુંઠાથી ૮૦.૯૪ ગુંઠા સુધીની છે. જેના કારણે ખેતીની જમીન નાની થાય તેવી અવસ્થામાં તબદીલી કે વેચાણને મંજૂરી મળતી નથી. જો કે, મહેસૂલ વિભાગે જાહેર કરેલા ડ્રાફ્ટમાં સંપાદન કે કુદરતી ભૌગોલિક પરિસ્થિતિઓ બદલાતા ૧૦ ગુંઠાથી ઓછા ટુકડાની સ્થિતિમાં પણ છૂટછાટ આપવા સુચવ્યું છે.

ખેત ઉત્પાદકતાને વધારવા માટેના આ કાયદાએ અસરકારતા ગુમાવી

જમીન ટુકડા અટકાવવા અને એકત્રીકરણ અધિનિયમ- ૧૯૪૭નો મૂળ હાર્દ પરીવારો વધે ખેતીની જમીન વહેંચાઈને નાની થાય તો પણ ખેતી આધારિત નિર્વાહન અને ખેત ઉત્પાદકતાનું સાતત્યપણુ જળવાઈ રહે તે હતો. પરંતુ, ગુજરાતમાં શહેરીકરણ, ઔધોગિકરણ અને વીજ-નહેર- રસ્તા- રેલ્વેના પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં લાખોની સંખ્યામાં જમીનો ટુકડામાં વિભાજીત થઈ છે. શહેરી ક્ષેત્રોમાં જ્યાં ટાઉન પ્લાનિંગ હોય ત્યાં પહેલાથી જ આ કાયદાને હળવો કરાયો છે.

કાયદામાં ફેરફારથી આ અડચણો બંધ થશે

ટુકડો જાહેર થવાથી ૭-૧૨માં ' ટુકડો' અથવા કલમ-૭ મુજબ પ્રતિબંધિત તેવી નોંધ બંધ થશે. વારસાઈ કે ભાગલા સરળતાથી થઈ શકશે. પારીવારીક વિખવાદોથી મહેસુલી કેસો અટકશે. પાડોશીને પહેલો હક અટકતા, બાજુના જ ખેતરમાં જમીન ભેળવવા પાડોશીનો અધિકાર રદ્દ શહેરી ક્ષેત્રો અને તેની નજીકના એરિયામાં ટુકડામાં ખેતી કે વિકાસલક્ષી ઉપયોગ કરી શકાશે. કાયદો હોવાથી વેચાણ દસ્તાવેજ પછી રેકર્ડમાં નોંધ થતી નથી. એથી દસ્તાવેજ રદ્દ થતા અટકશે.


આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાતની 450થી વધુ ખાનગી ટેકનિકલ કોલેજોની ફી ઓછી વધશે, 5%થી વધુ ફી માગનારી કોલેજો પાસે દરખાસ્ત મંગાવાશે


  • Follow us on: