આ કોલેજોએ 0 થી 5 ટકા સુધીનો જ વધારો માંગ્યો છે અને 5%થી વધુ ફી માગનારી કોલેજો પાસે દરખાસ્ત મંગાવાશે અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં દરખાસ્ત મંગાવવામાં આવશે. રાજ્યની ૪૫૦થી વધુ ખાનગી ટેફનિકલ કોલેજોની વાર્ષિક ફીમાં પાંચ ટકાથી ઓછો વધારો થવાની વિગતો જાણવા મળી છે.
ઈજનેરી સહિતની ટેકનિકલ કોલેજોની આગામી ત્રણ વર્ષની ફીનું માળખું FRC દ્વારા જાહેર કરાશે
આ કોલેજોએ 0 ટકાથી લઈને 5 ટકા સુધીનો જ ફી વધારો માગ્યો હોવાથી કમિટી સમક્ષ એફિડેવિટ રજૂ કર્યા છે. એ સિવાય પાંચ ટકાથી વધુનો ફી વધારો માગનારી ખાનગી કોલેજો પાસે આગામી ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં દરખાસ્ત મગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે. રાજ્યની ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી, ડિગ્રી ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી. એમબીએ, એમસીએ, આર્કિટેક્ચર સહિતના વિવિધ ટેકનિકલ કોસીસમાં 700થી વધુ ખાનગી કોલેજોની આગામી ત્રણ વર્ષ માટેની ફી નક્કી કરવાની FRCએ કાર્યવાહી શરૂ કરી છે. આ કોલેજોની અગાઉ વર્ષ-૨૦૨૩-૨૪માં ફી નક્કી કરાઈ હતી.
આ દરમિયાન વર્ષ 2023-24 વર્ષ 2024-25 અને વર્ષ 2025-26ની ફી નક્કી કરી હતી.
જોકે હવે આગામી ત્રણ વર્ષ એટલે કે, વર્ષ-૨૦૨૬-૨૭. વર્ષ-૨૦૨૭-૨૮ અને વર્ષ-૨૦૨૮-૨૯ના બ્લોકની ફી નક્કી કરાશે. FRC દ્વારા તમામ કોલજોને ૨૪ ડિસેમ્બર-૨૦૨૫ સુધીમા અરજી કરવાની મુદત આપવામાં આવી હતી, પરંતુ કોલેજોએ SOP જાહેર કરવાની માગ કરી હતી. આથી એ પછી ફી નક્કી કરવા માટેની SOP જાહેર કરાઈ હતી. SOP જાહેર કર્યા બાદ એફૅડિવેટ અને દરખાસ્ત કરવાની મુદત લંબાવી ૧૯ જાન્યુઆરી કરવામાં આવી.
ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં અરજીઓ મંગાવવાની કાર્યવાહી કરાશે
જેમાં કોલેજોને એક પણ ટકો ફી વધારો કરવો ન હોય અથવા તો 5 ટકાની મર્યાદામાં ફી વધારો કરવો હોય તેમજ ફ્રીમાં ઘટાડો કરવો હોય એવી કોલેજોએ કમિટી સમક્ષ અરજી કરવાની હતી. જે મુજબ ૪૫૦થી વધુ ટેફનિકલ કોલેજોની અરજી આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ૫ ટકાથી વધુ ફી વધારો કરવો હોય એવી કોલેજોએ માત્ર ઓનલાઇન વિકલ્પ જ પસંદ કરવાનો હતો. જેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી નહોતી. માટે હવે પ ટકાથી વધુનો ફી વધારો કરવો હોય એવી કોલેજો પાસે આગામી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં અરજીઓ મંગાવવાની કાર્યવાહી કરાશે એવું FRCના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : Ahmedabad News : રિડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીના સભ્યોને AMCની નોટિસ, નિયમ મુજબ રજા ચિઠ્ઠી પછી પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો થતો નથી