ડાંગ જિલ્લામાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 20 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે કોંગ્રેસના સક્રિય આગેવાન અને અગાઉ ભાજપ સાથે સંકળાયેલા 50 વર્ષીય દીપકભાઈ અમૃતભાઈ પિંપળે વિરુદ્ધ આહવા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને સ્થાનિક રાજકારણ અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

કપડાં ખરીદીના બહાને વાંસદાની હોટલમાં લઈ જઈ અત્યાચાર

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી દીપક પિંપળે દ્વારા યુવતીને કપડાંની ખરીદી કરવાના બહાના હેઠળ વાંસદા ખાતે લઈ જવામાં આવી હતી. ત્યારબાદ વાંસદા વિસ્તારમાં આવેલી એક હોટલમાં યુવતીને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ, ભોગ બનનારી યુવતી માનસિક રીતે અશક્ત છે અને તેની નિયમિત દવાઓ પણ ચાલુ છે, જેની પૂરી જાણકારી હોવા છતાં આરોપી દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

Dang News: Congress Leader Deepak Pimple Booked for Alleged Rape of Woman

આહવા પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આહવા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે આ સમગ્ર ઘટના વાંસદા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બની હોવા છતાં, આહવા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરાઈ છે. આહવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ડી. કે. ચૌધરી દ્વારા આ કેસમાં પીડિતાના નિવેદનો અને મેડિકલ પુરાવાઓના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: Dang News: જલ જીવન મિશનનો ચમત્કાર, 311 ગામોમાં નળ સે જલ પહોંચતા અન્નદાતાઓની મુશ્કેલીઓ થઈ દૂર!