ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયેર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં 'સ્વામિનારાયણ સંસ્કાર ભવન મંદિર'ના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું. આ મંદિરના નિર્માણ માટે પથ્થર, મટિરિયલ સપ્લાય તેમજ ઘડાઈ અને ફિટિંગ કામ માટે સોમપુરા કોન્ટ્રાક્ટર ગ્રુપને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો.
આમોદના નાહિયેર સ્વામિનારાયણ મંદિરમાં છેતરપિંડી
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી તથા ગુરુકુળ ટ્રસ્ટે આરોપીઓ પર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને મંદિરના કામકાજ માટે અલગ-અલગ તારીખે ટ્રસ્ટના અધિકૃત બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ. 31 લાખ જેટલી રકમ એડવાન્સ અને અમાનત તરીકે આરોપી કિશન મનહરભાઈ સોમપુરા અને તેના સાથીદારના ખાતામાં જમા કરાવી હતી.ટ્રસ્ટ પાસેથી રૂ. 31 લાખની માતબર રકમ મેળવી લીધા બાદ આરોપીઓએ અચાનક જ મંદિરનું બાંધકામ અને ઘડાઈનું કામ બંધ કરી દીધું હતું. ગુરુકુળ સંચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આરોપીઓએ મટિરિયલ પૂરું પાડ્યું ન હતું કે લાવેલા પથ્થરો પરત આપ્યા ન હતા. એટલું જ નહીં, એડવાન્સ પેટે મેળવેલી રૂ. ૩૧ લાખની રકમ પરત માગતાં આરોપીઓએ નાણાં આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.
