અમરેલી જિલ્લાના ધારી પંથકમાં ગેરકાયદે ખનિજ ચોરી કરનાર તત્વો સામે તંત્ર દ્વારા સખ્તાઈથી કામ લેવામાં આવી રહ્યું છે. ધારી મામલતદારની ટીમે ગેરકાયદે રેતી ખનન કરતા ઈસમો સામે લાલ આંખ કરી છે, જેના કારણે ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
2 દિવસમાં 2 ટ્રેક્ટર ડિટેઈન અને 5 લાખનો મુદ્દામાલ જપ્ત
પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા બે દિવસ દરમિયાન ધારી મામલતદારની ટીમે અચાનક સઘન ચેકિંગ હાથ ધરીને ગેરકાયદે રેતીનું ઉત્ખનન અને વહન કરતા 2 ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા હતા. તંત્ર દ્વારા આ ડ્રાઇવ દરમિયાન અંદાજે 5 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેણે ખનિજ ચોરોમાં મોટો ફફડાટ ફેલાવ્યો છે.

