અમરેલી જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના ખાંભા ગીર વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ફફડાટ ફેલાઈ ગયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી (ભૂકંપ વિજ્ઞાન) વિભાગ દ્વારા આ ભૂકંપના આંચકાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
ખાંભા ગીરના આ ગામોમાં અનુભવાયા આંચકા
મળતી માહિતી મુજબ, ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં 2.4 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ આંચકો ખાંભા ગીરના ગીદરડી, ધાવડીયા, તાતણીયા, ઉમરીયા, નાના વિસાવદર અને લાસા સહિતના આસપાસના ગામોમાં અનુભવાયો હતો. અચાનક ધરતી ધ્રુજારી અનુભવાતા લોકો પોતાના ઘર અને વ્યવસાયિક સ્થળોમાંથી બહાર દોડી આવ્યા હતા.
