અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ અને પોતાના લોકઉપયોગી કાર્યો તેમજ જળ ક્રાંતિના પ્રણેતા તરીકે જાણીતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા વિવાદમાં સપડાયા છે. દુધાળા ગામે ગૌચર તેમજ સરકારી પડતર જમીન પર ગેરકાયદે દબાણ કરીને તળાવો બનાવવા અને તાર ફેન્સિંગ કરવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે દેવળીયા ગામના RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયા દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવતા રાજકીય અને સામાજિક બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

RTIમાં મોટા ખુલાસા

પ્રાપ્ત વિગતો અનુસાર, RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયા દ્વારા માહિતી અધિકાર (RTI) હેઠળ મેળવવામાં આવેલી માહિતી અને નકશાના આધારે એવું સામે આવ્યું છે કે, દુધાળા ગામના સર્વે નંબર 144 સહિતની કેટલીક જમીનો ગૌચર અને સરકારી પડતર છે. આ જમીનો પર કથિત રીતે ગેરકાયદે દબાણ કરી તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેમજ તાર ફેન્સિંગ પણ કરવામાં આવી છે. આ ખુલાસા બાદ મામલો વધુ ગરમાયો છે.

Amreli News: Padmashri Savjibhai Dholakia Faces Land Grabbing Complaint Over Gauchar Land

દબાણ ખુલ્લું નહીં થાય તો આંદોલનની ચીમકી

ફરિયાદી નાથાલાલ સુખડિયાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કોઈપણ જાતની શેહશરમ કે દબાણ રાખ્યા વગર આ ગૌચરની જમીન તાત્કાલિક ખુલ્લી કરવામાં આવે તેવી તેમની મુખ્ય માગ છે. જો તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને ગૌચર ખુલ્લું કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં માલધારીઓને સાથે રાખીને કલેક્ટર કચેરી સમક્ષ અર્ધ નગ્ન અવસ્થામાં ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી કડક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Amreli News: Padmashri Savjibhai Dholakia Faces Land Grabbing Complaint Over Gauchar Land

મોટા ગજાના વ્યક્તિ સામે સરકારી તંત્ર કઈ ભૂમિકા ભજવશે?

પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા જેવા પ્રતિષ્ઠિત અને મોટા નામાંકિત વ્યક્તિ સામે સરકારી તંત્ર અને વહીવટી ખાતું કેટલી હદે સક્રિય થઈને કાયદેસરની કાર્યવાહી કરે છે, તે હવે જોવાનું રહ્યું. આ વિવાદે ગ્રામ્ય વિસ્તારોમાં જમીન દબાણ અને ગૌચરના રક્ષણનો મુદ્દો ફરી એકવાર જોરશોરથી એરણે ચડાવ્યો છે.

Amreli News: Padmashri Savjibhai Dholakia Faces Land Grabbing Complaint Over Gauchar Land

Amreli News: Padmashri Savjibhai Dholakia Faces Land Grabbing Complaint Over Gauchar Land


આ પણ વાંચો: Amreli : નજીક ગોઝારો ત્રિપલ અકસ્માત, 5 મોત, 65 ઘવાયા