અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. રાજુલાના મોરંગી ગામે સાંઈ મંદિરની બરાબર બાજુમાં આવેલા એક બંધ ડેલામાં અચાનક જ વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો.

લાકડાના સ્ટોકમાં આગથી મચી દોડધામ

પ્રાપ્ત વિગતો મુજબ, આ આગ સંજયભાઈ ચાભડીયાના બંધ ડેલામાં રાખવામાં આવેલા લાકડાના મોટા સ્ટોકમાં લાગી હતી. લાકડાં જ્વલનશીલ હોવાને કારણે આગે થોડીવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. સ્થિતિની ગંભીરતા જોઈને સરપંચ પ્રતિનિધિ સહિતના સ્થાનિક ગ્રામજનો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

Amreli News: Massive Fire Breaks Out in Closed Yard at Morangi Village, Amreli

રાજુલા ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી કાબૂ

આગ વધુ ન ફેલાય અને કોઈ મોટી જાનહાની ન થાય તે માટે તાત્કાલિક ધોરણે રાજુલા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકોની ભારે જહેમત બાદ ફાયર જવાનોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી, જેનાથી મોટો અનર્થ ટળ્યો હતો.

https://x.com/sandeshnews/status/2124533383049220454?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2124533383049220454%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ

આગ કાબૂમાં આવ્યા બાદ સ્થાનિક ગ્રામજનો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આ બંધ ડેલામાં અચાનક આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ, નલિયા અને અમરેલી 11 ડિગ્રી સાથે સૌથી ઠંડા શહેર બન્યા