ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડકમાં વધારો થયો છે. હવામાન વિભાગના તાજા આંકડાઓ મુજબ, કચ્છના નલિયાની સાથે સૌરાષ્ટ્રનું અમરેલી પણ 11 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. જોકે, હવામાન વિભાગે એવું પણ અનુમાન વ્યક્ત કર્યું છે કે રાજ્યમાં આવતીકાલથી તાપમાનમાં વધારો થશે, જેના કારણે ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે.

રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલું લઘુતમ તાપમાન

ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફૂંકાતા રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલા લઘુતમ તાપમાનની સ્થિતિ નીચે મુજબ છે:


  • નલિયા: 11.0 ડિગ્રી
  • અમરેલી: 11.0 ડિગ્રી
  • ગાંધીનગર: 12.0 ડિગ્રી
  • કંડલા: 12.0 ડિગ્રી
  • વડોદરા: 13.0 ડિગ્રી
  • રાજકોટ: 13.0 ડિગ્રી
  • મહુવા: 14.0 ડિગ્રી
  • પોરબંદર: 14.0 ડિગ્રી
  • અમદાવાદ: 16.0 ડિગ્રી
  • ડીસા: 16.0 ડિગ્રી
  • ભાવનગર: 16.0 ડિગ્રી
  • સુરેન્દ્રનગર: 16.0 ડિગ્રી


આવતીકાલથી લઘુતમ તાપમાન વધવાનું હવામાન વિભાગનું અનુમાન

રાજ્યમાં હાલ ગાંધીનગર અને કંડલામાં 12 ડિગ્રી તેમજ વડોદરા અને રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન રહેતા લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો છે. બીજી તરફ હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલથી પવનની દિશા બદલાતા લઘુતમ તાપમાનમાં ક્રમશઃ વધારો નોંધાશે, જેથી હાલ અનુભવાતી ઠંડીમાં થોડી રાહત મળવાની શક્યતા.

આ પણ વાંચો: Operation Sindoor વખતે ચીને પાકિસ્તાનની મદદ શા માટે કરી? અમેરિકી અહેવાલમાં સૌથી મોટો ઘટસ્ફોટ