અમરેલી શહેરમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અમરેલીના સાવરકુંડલા રોડ બાયપાસ પર આવેલા એક ભંગારના ડેલામાં અચાનક રહસ્યમય સંજોગોમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે આ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ડેલામાં રહેલો લાખો રૂપિયાનો ભંગારનો જથ્થો આગમાં સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગયો હતો.

ફાયર વિભાગની ટીમ દ્વારા 3 કલાકની ભારે જહેમત

ઘટનાની જાણ થતા જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ આગ પર કાબુ મેળવવા માટે સતત ૩ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં સફળતા મળી હતી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ફેલાતો મોટો જોત ટળી ગયો હતો.

Amreli News: Massive Fire Breaks Out at Scrap Yard on Amreli Savarkundla Bypass

આગનું કારણ હજુ અબંધ

ભંગારના આ મોટા ડેલામાં આગ કયા કારણોસર લાગી હતી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આગ ઓલવ્યા બાદ આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે, જેની તપાસ બાદ જ આગ પાછળનું સાચું કારણ સામે આવશે.

Amreli News: Massive Fire Breaks Out at Scrap Yard on Amreli Savarkundla BypassAmreli News: Massive Fire Breaks Out at Scrap Yard on Amreli Savarkundla Bypass


આ પણ વાંચો: Amreli: અરજણસુખમાં 5 લોકોને લોહીલુહાણ કરનાર ખૂંખાર સિંહણ પાંજરે પુરાઈ, વનવિભાગે જીવના જોખમે ટ્રાન્ક્યુલાઇઝ કરી દબોચી!