અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલી પાણાખાણના પાણીમાં એક યુવક ડૂબી ગયો હોવાની ઘટના બની હતી. પાણીમાં અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં જ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

ફાયર વિભાગની બે કલાકની જહેમત

ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત અને અંદાજે બે કલાકની લાંબી મથામણ બાદ પાણીમાંથી યુવકના મૃતદેહને સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો.

Amreli News: Youth Drowns in Panakhan Water Quarry in Savarkundla

મૃતકની ઓળખ અને પોલીસ તપાસ

પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ રાજુભાઈ ભીમાભાઇ વાઘેલા હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ, આ યુવક પાણાખાણમાં નાહવા માટે ગયો હતો, તે દરમિયાન ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું. સાવરકુંડલા સિટી પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને યુવકના મોતનું સાચું કારણ જાણવા અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: Amreli News: ચલાળાના લાખાપાદર ગામે SMCનો મોટો દરોડો, દેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ