આણંદ જિલ્લાના બોરસદમાં રાજકીય ગરમાવો લાવતા સમાચાર સામે આવ્યા છે.બોરસદમાં છેલ્લા 75 વર્ષથી ચાલ્યા આવતા કોંગ્રેસના સહકારી વર્ચસ્વનો અંત આવ્યો છે.ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામ વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોએ ઐતિહાસિક વિજય મેળવીને કોંગ્રેસના 75 વર્ષ જૂના સહકારી ગઢને ધરાશાયી કરી દીધો છે.

દિગ્ગજ નેતાઓ સામે ભાજપનો ભવ્ય વિજય

આ ચૂંટણીમાં કોંગ્રેસના બે મોટા અને દિગ્ગજ નેતાઓ,રાજેન્દ્રસિંહ પરમાર અને નટવરસિંહ મહિડા સામે ભાજપ પ્રેરિત ઉમેદવારોએ મોટો ઉલટફેર સર્જીને જીત મેળવી છે.બેંકની પ્રતિનિધિ બેઠક પર ભાજપના ઉમેદવાર દેવીસિંહ ડાભીનો ભવ્ય વિજય થયો છે.આ ઉપરાંત સભ્યપદની ત્રણેય બેઠકો પર પણ ભાજપ પ્રેરિત ઉમેદવારોએ જીતનો પંચમ લહેરાવ્યો છે.

APMC બાદ વધુ એક સંસ્થા પર કમળ ખીલ્યું

બોરસદના APMC હોલ ખાતે યોજાયેલી મતગણતરી બાદ પરિણામો જાહેર થતાં જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અગાઉ બોરસદ APMC પર કબજો જમાવ્યા બાદ, હવે 75 વર્ષ પછી યોજાયેલી આ ખેતી બેંકની ચૂંટણીમાં જીત મેળવીને ભાજપે બોરસદની વધુ એક મહત્વપૂર્ણ સહકારી સંસ્થા પર પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: દુષ્કર્મ કેસમાં દોષિત પિયુષ જેઠવાને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી