ચારૂસેટ યુનિવર્સિટીની સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ,ગુજરાત સરકારની પહેલ હેઠળ મધ્ય અને પૂર્વ ગુજરાત માટે રિજનલ ઇનોવેશન સેન્ટર સ્થાપવા માટે પસંદ કરવામાં આવી છે.આ સેન્ટરની સ્થાપના અને સંચાલન માટે નાણાકીય વર્ષ 2026-27માટે યુનિવર્સિટીને રૂ.15 લાખની ગ્રાન્ટ સહાય મંજૂર કરવામાં આવી છે.

ઉદ્યોગસાહસિક નેટવર્કની સુવિધા પૂરી પાડશે

આ પહેલનો હેતુ ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતા સહાયને શહેરી ઇનોવેશન હબથી આગળ વધારીને રિજનલ ઇનોવેટર્સ માટે તકોને વધુ સુલભ બનાવીને ગુજરાતની સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે.આ સેન્ટર હબ-એન્ડ-સ્પોક અભિગમ દ્વારા કાર્ય કરશે,જે ગ્રાસરૂટ ઇનોવેટર્સ, મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ, સંશોધકો અને ફેકલ્ટી સભ્યોને વ્યાપક ઇનોવેશન અને ઇન્ક્યુબેશન ઇકોસિસ્ટમ સાથે જોડશે.તે મેન્ટરશિપ, સ્ટાર્ટ-અપ માર્ગદર્શન, ઇનોવેશન સપોર્ટ અને ઉદ્યોગસાહસિક નેટવર્કની સુવિધા પૂરી પાડશે.

મંત્રી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત

આ સમારોહમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી,ક્લાયમેટ ચેન્જ અને પર્યાવરણ તથા વન વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનમોઢવાડિયા, STBI DST, ગુજરાત સરકારના ડિરેક્ટર ડો.આનંદ ભાડલકર,સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ,ગુજરાત સરકારના ડિરેક્ટર ડો.નીલ શ્રીમાળી,ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) ના ડિરેક્ટર ડી.કે.પટેલ,IAS અને ICMR-NIOHના ડિરેક્ટર ડો.ભાવેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: સરકાર બુલેટ ટ્રેન માટે પાવર સપ્લાય ક્યાંથી મેળવશે, જાણો કોણ ભરશે તેનું બિલ?