ગુજરાતની અગ્રણી કૃષિ શિક્ષણ સંસ્થા આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU) ખાતે નવા વાઇસ ચાન્સેલરની નિયુક્તિ અંગેનો મહત્વનો આદેશ જાહેર થયો છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ડૉ. મનુભાઈ પ્રહલાદભાઈ પટેલને આણંદ કૃષિ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર (VC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના નવા VCની થઈ જાહેરાત

આ અંગે કૃષિ વિભાગ દ્વારા વિધિવત નિયુક્તિ પત્ર જારી કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના વડા તરીકે તેમની પદસંભાળથી કૃષિ શિક્ષણ અને સંશોધનની પ્રવૃત્તિઓમાં વધુ ગતિ આવશે. આણંદ કૃષિ યુનિવર્સિટી મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કૃષિ વિજ્ઞાન, જમીન સુધારણા, નવીન બિયારણો અને કૃષિ તકનીકીના વિકાસ માટે અગ્રણી ભૂમિકા ભજવે છે. ડૉ. મનુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ યુનિવર્સિટીના વિવિધ સંશોધન કેન્દ્રો અને કોલેજોની શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થશે તેમજ ખેડૂતો સુધી નવીન ટેકનોલોજી પહોંચાડવાના કાર્યોને વધુ બળ મળશે.

કૃષિ વિભાગે વિધિવત આદેશ પત્ર ઇશ્યૂ કર્યો.

આ નિયુક્તિ બદલ શૈક્ષણિક જગત, કૃષિ વૈજ્ઞાનિકો અને સંસ્થાના સ્ટાફ દ્વારા નવા વાઇસ ચાન્સેલરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. મનુભાઈ પ્રહલાદભાઈ પટેલને આણંદ કૃષિ યુનિવર્સિટીની કમાન સોંપાઈ.કૃષિ વિભાગે વિધિવત આદેશ પત્ર ઇશ્યૂ કર્યો.કૃષિ સંશોધન, ખેડૂત ઉપયોગી તકનીકો અને શૈક્ષણિક સુધારા પર રહેશે ભાર.

આ પણ વાંચો: Mahisagar: કૌટુંબિક ઝઘડામાં પિતા બન્યો હેવાન, ગુસ્સામાં આવી 3 માસના માસૂમ પુત્રને કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો