અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના અભાવે પાક સુકાઈ જવાની અને પાણીની તંગી ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા અને મેઘરાજા વહેલી તકે મન મૂકીને વરસે તેવા આશય સાથે મેઘરજના નગરજનો અને વેપારીઓ ભક્તિના શરણે ગયા છે.
જૂના બજારમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે આહુતિ
મેઘરજના જૂના બજાર વિસ્તારમાં સ્થાનિકો દ્વારા પવિત્ર નવચંડી અને પર્જન્ય યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે ભૂદેવોએ યજ્ઞ પ્રારંભ કરાવ્યો હતો. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને નગરજનો જોડાયા હતા. ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ લોકકલ્યાણ અને સમગ્ર પંથકમાં સારો વરસાદ થાય તે માટે યજ્ઞ કુંડમાં પવિત્ર આહુતિઓ આપી હતી.

