અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં એક અનોખો અને આશ્ચર્યજનક ટેક્નિકલ લોચો સામે આવ્યો છે. એટીએમ મશીનમાં કોઈ તકનીકી ખામી સર્જાવાને કારણે રૂપિયા ઉપાડવા આવેલા ગ્રાહકોને તેઓએ માંગેલી રકમ કરતાં અનેકગણા વધુ રૂપિયા મળવા લાગ્યા હતા, જેના કારણે ત્યાં ભારે કુતુહલ અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

1 હજાર ઉપાડતા 5 હજાર અને 2 હજાર ઉપાડતા 10 હજાર નીકળ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, એટીએમમાંથી નાણાં વિડ્રો કરવા પહોંચેલા ગ્રાહકો તે સમયે ચોંકી ગયા જ્યારે તેમણે 1000 રૂપિયા ઉપાડવા માટે એન્ટ્રી કરી અને મશીનમાંથી 5000 રૂપિયા બહાર આવ્યા. આ જ રીતે, 2000 રૂપિયા ઉપાડનારાઓને મશીનમાંથી 10,000 રૂપિયા મળ્યા હતા. અચાનક બહુવિધ રકમ બહાર આવવા લાગતા ઈમરજન્સીમાં રૂપિયા ઉપાડવા આવેલા લોકો પણ મુંઝવણમાં મુકાઈ ગયા હતા અને આ વાત વાયુવેગે આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી.

Aravalli News: Technical Glitch at BOB ATM Dispenses 5x Cash, Bank Shuts Down Machine in Modasa

બેંકને જાણ થતાં જ એટીએમનું શટર બંધ કરાયું

આ અસામાન્ય ઘટનાની જાણ થતાં જ સંબંધિત બેંક અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. બેંકે સ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિક ધોરણે એટીએમ સેન્ટરનું શટર પાડી દીધું હતું અને મશીનને બંધ કરી દીધું હતું. બેંક દ્વારા આ ટેક્નિકલ ખામી પાછળના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે અને મશીનની સિસ્ટમ સુધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

https://www.instagram.com/reel/DeZymEMEy-m/?utm_source=ig_web_copy_link&rpxt=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==


આ પણ વાંચો: Aravalli: શામળાજીના ગલીસેમરો ગામે લહેરાતા હતા ગાંજાના 169 લીલાછમ છોડ; FSL તપાસ બાદ પોલીસે ખેડૂતને દબોચ્યો