બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ઈકબાલગઢ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર, અમીરગઢના ચેખલા ગામે રહેતા જેસાભાઈ મકવાણા પોતાની રિક્ષા લઈને પત્ની સાથે ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઈકબાલગઢના ચેખલાના પાટિયા પાસેથી પસાર થતાં સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ઈનોવા કારના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.

પતિનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત

ઈનોવા કારની ધડાકાભેર ટક્કરથી રિક્ષાનો કુરચેકુરચો ઊડી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચલાવી રહેલા ચેખલા ગામના જેસાભાઈ મકવાણાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર તેમની પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર અર્થે ઈકબાલગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Banaskantha News: Fatal Collision Between Innova and Auto Rickshaw Near Amirgadh; 1 Dead, 1 Injured

અકસ્માત સર્જી ફરાર થયેલો ઈનોવા ચાલક ખેમોણા ટોલ પ્લાઝા પાસેથી ઝડપાયો

અકસ્માત સર્જાયા બાદ પકડાઈ જવાના ડરે ઈનોવા કારનો ડ્રાઈવર વાહન લઈને ઘટના સ્થળેથી પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા જ અમીરગઢ પોલીસ ત્વરિત એક્શનમાં આવી હતી. પોલીસે નાકાબંધી કરીને નાસી છૂટેલા ઈનોવા ચાલકને ખેમોણા ટોલ પ્લાઝા પાસેથી ઝડપી લીધો હતો અને કાર કબ્જે લીધી હતી.

Banaskantha News: Fatal Collision Between Innova and Auto Rickshaw Near Amirgadh; 1 Dead, 1 Injured

અમીરગઢ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી કાનૂની કાર્યવાહી હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક જેસાભાઈ મકવાણાના મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટ મોર્ટમ અર્થે અમીરગઢ સરકારી દવાખાને ખસેડ્યો હતો. અમીરગઢ પોલીસે ગુનો નોંધીને પકડાયેલા ઈનોવા કાર ચાલક સામે અકસ્માત અને હિટ એન્ડ રન હેઠળ વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Banaskantha: દિયોદરના લવાણા ગોગા મહારાજ મંદિર ચોરીનો પર્દાફાશ, LCB એ રાજસ્થાનના 3 આરોપીઓને ઝડપ્યા